વર્ષની શરૂઆતમાં જ આ ખેલાડીએ કર્યુ સંન્યાસનુ એલાન, બે વાર જીતી ચુક્યા છે વર્લ્ડ કપ

સોમવાર, 1 જાન્યુઆરી 2024 (12:40 IST)
Australian Batsman: ઓસ્ટ્રેલિયાઈ ટીમ પાકિસ્તાન સાથે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે.  ઓસ્ટ્રેલિયાએ સીરીઝના શરૂઆતમાં બંને મેચ જીતી લીધી છે. ત્રીજી ટેસ્ટ મેચ 3  જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાઈ સ્ટાર  ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે પહેલા જ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે તેણે ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે વર્ષની શરૂઆતમાં જ આ મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. 

 
ડેવિડ વોર્નરે લીધો સંન્યાસ 
ડેવિડ વોર્નરે સિડનીમાં થયેલ પ્રેસ કૉન્ફ્રેંસમાં ઈમોશનલ થતા કહ્યુ કે હુ નિશ્ચિત રૂપથી વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ રહ્યો છુ. આ કંઈક એવુ હતુ જે મે વિશ્વકપ દરમિયાન કહ્યુ હતુ. વનડે વર્લ્ડ કપ ભારતમાં જીતવી એ મોટી ઉપલબ્ધિ છે. તો મેં આજે તે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું છે, જે મને વિશ્વભરની અન્ય લીગમાં રમવાની મંજૂરી આપે છે અને વનડે ટીમને થોડુ આગળ વધવામાં  મદદ કરે છે. પરંતુ વોર્નરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટેના દરવાજા ખુલ્લા રાખ્યા છે. તેણે કહ્યું કે મને ખબર છે કે ચેમ્પિયન્સ ટ્રોફી આવી રહી છે. જો હું બે વર્ષથી સારું ક્રિકેટ રમી રહ્યો છુ  અને તેમને કોઈની જરૂર હોય તો હું હંમેશા હાજર છુ. 
 
ડેવિડ વોર્નરે T20 ક્રિકેટ પર ફોકસ કરવા માટે ટેસ્ટ અને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેમની જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમવાની પૂરી આશા છે. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ તે સિડની થંડર માટે ઓછામાં ઓછી ચાર મેચ રમશે. આ પછી તે ILT20માં દુબઈ કેપિટલ્સ તરફથી રમી શકશે. તે ILT20 લીગમાં રમવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસેથી NOC માંગી રહ્યા છે, જેમાં દુબઈની ટીમની પ્રથમ મેચ 21 જાન્યુઆરીએ રમાશે.
 
 સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠા નંબરના ખેલાડી
ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ODI વર્લ્ડ કપ 2015 અને 2023નો ખિતાબ જીત્યો હતો. તે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યા છે અને ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી ચુક્યા છે. વોર્નરે ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં 45.30ની એવરેજથી 6932 રન બનાવ્યા છે, જેમાં 22 સદી સામેલ છે. વનડે ક્રિકેટમાં તેઓ ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનારા છઠ્ઠા નંબરના ખેલાડી છે. બીજી બાજુ વનડેમાં તે ઓસ્ટ્રેલિયા માટે સદી લગાવવાના મામલે રિકી પોટિંગ પછી બીજા નંબર પર છે. તેમણે ઓસ્ટ્રેલિયા માટે 111 ટેસ્ટ અને 99 ટી20 મેચ પણ રમી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર