Corona Vaccine: દેશમાં વેક્સીનથી પહેલી મોતનો ખુલાસો, 8 માર્ચે વેક્સીન લીધા પછી એનાફિલેક્સિસ એલર્જીને કારણે થયુ મોત

મંગળવાર, 15 જૂન 2021 (16:28 IST)
દેશમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ વેક્સીનેશન કાર્યક્રમ ઝડપથી ચાલી રહ્યો છે. બીજી બાજુ ભારતમાં વેક્સીનેશન પછી પ્રથમ મોતની ચોખવટ થઈ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા રચયેલી AEFI પૈનલની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે વેક્સીનેશન બાદ લોકોમાં કોઈ પ્રકારના સાઈટ ઈફેક્ટ કે મોત જેને એડવર્સ ઈવેંટ ફોલોઈંગ ઈમ્યૂનાઈઝેશન  (AEFI) કહેવામાં આવે છે. જેની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.  આ AEFI પેનલને 31 ગંભીર મામલાના અભ્યાસ કર્યો અને પછી ચોખવટ કરી કે વેક્સીનેશન પછી 8 માર્ચના રોજ એનાફિલેક્સિસ (એક પ્રકારનુ એલર્જિક રિએક્શન) ને કારણે એક 68 વર્ષીય વૃદ્ધનુ મોત થયુ છે. 
 
 આ રિએક્શન થવાથી આખા શરીરમાં ખૂબ ઝડપથી દાણા દેખાવા લાગે છે. AEFI માટે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે. આ કમિટીએ વેક્સિન લગાવ્યા પછી થયેલા 31 મોતના અસેસમેન્ટ પછી પહેલું મોત વેક્સિનને કારણે થયું હોવાનું કન્ફર્મ કર્યું છે.
 
31 ગંભીર મામલા પર કમિટીએ કર્યો અભ્યાસ 
 
કમિટીએ 31  ગંભીર મામલાનુ મૂલ્યાંકન કર્યુ હતુ તેમા 28 લોકોના મોત થયા. પણ કમિટીની રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ 28 મોતમાંથી માત્ર 1 મોત વેક્સીનેશનને કારણે થયુ છે.  AEFI કમિટીના ચેરમેન ડૉ. એનકે અરોરાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે વધુ બે લોકોને વેક્સિન લીધા પછી એનાફિલેક્સિસની સમસ્યા જોવા મળી છે. તેમની ઉંમર 20 વર્ષની આસપાસની હતી. જોકે હોસ્પિટલમાં સારવાર પછી બંનેની તબિયતમાં સુધારો આવ્યો હતો. તેમને 16 અને 19 જાન્યુઆરીએ અલગ-અલગ વેક્સિન આપવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર