શુ તમે જાણો છો પ્લાસ્ટિકની બોટલથી બાળકોને દૂધ પીવડાવવુ કેટલુ છે ખતરનાક

શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (17:59 IST)
ડોક્ટર મોટેભાગે માતાઓએન પોતાના બાળકોને વધુથી વધુ સ્તનપાન કરાવવાની સલાહ આપે છે. કારણ કે માનુ ધૂધ પૌષ્ટિક હોય છે. માનુ દૂધ પીવાથી બાળકો સ્વસ્થ રહે છે. પણ વર્તમન સમયમાં કેટલાક એવા ટ્રેંડ ચાલી રહ્યા છેકે મા પોતાના બાળકને પોતાનુ દૂધ નહી પણ બોટલનુ દૂધ પીવડાવે છે. 
 
આજકાલની મહિલાઓમાં એવી વાતો ઘર કરી ગઈ છે કે બાળકોને સ્તનપાન કરાવવાથી તેમની ફિગર બગડી જાય છે. પણ આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી.  બોટલથી દૂધ પીવડાવવાથી બાળકોના અનેક બીમારીઓના શિકાર થવાનો ખતરો છે. 
 
જો કે આજકાલની કામકાજી મહિલાઓ બાળકોને બોટલની દૂધ જ પીવડાવે છે. પણ તેનાથી બાળકોના હ્રષ્ટ પુષ્ટ રહેવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.  
 
બાળકો ખૂબ નાજુક અને તેમનુ શરીર ખૂબ જ સંવેદનશીલ હોય છે.  આવામાં બાળકો માટે બોટલનુ દૂધ સુરક્ષિત નથી.  મહિલાઓ જાણતા અજાણતા બાળકોને બોટલમાં દૂધ આપવાની ભૂલ કરી બેસે છે અને તેમને પછી પસ્તાવવુ પડે છે. કારણ કે બાળકોને બોટલથી દૂધ પીવડાવવુ ખતરાથી ખાલી નથી. 
 
બોટલથી દૂધ પીવડાવવાથી બાળકોને થનારા નુકશાન 
 
1. સામાન્ય રીતે મહિલાઓ બાળકોને માર્કેટમાં મળનારુ દૂધ જ પીવડાવે છે પણ તેમને ખબર નથી હોતી કે માર્કેટમાં મળનારુ દૂધ મિલાવટી હોવાની સાથે સાથે તેમા ખતરનાક રસાયણોનો ઉપયોગ કરવામાં કરવામાં આવે છે. જેથી દૂધ વધુ સમય સુધી ખરાબ ન થાય. 
 
2. ડબ્બા કે ટૈટૂ પૈકમાં મળનારુ દૂધમાં કેલોરીની માત્રા વધુ હોય છે.  આવામાં આ દૂધ બાળકોને પીવડાવતા તેમના જાડા થવાનો ખતરો વધી જાય છે. 
 
3. બોટલને બદલે બાળકો અનેક પ્રકારના સંક્રમણોના શિકાર થવાથી પેટ સંબંધિત બીમારીઓ ફેલાવવાની શક્યતાઓ વધી જાય છે.  બાળકોને બોટલથી દૂધ આપતા પહેલા તેને ગરમ પાણીથી સારી રીતે સાફ ન કરવાની સ્થિતિમાં બાળકોને ડાયેરિયા કે ઝાડા જેવી પરેશાની થઈ શકે છે. 
 
4. મોટેભાગે સ્ત્રીઓ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. જ્યારે તેમા બાળકોને પીવડાવવામાં આવનારુ ગરમ દૂધ નાખવામાં આવે છે તો તેમા વર્તમાન રાસાયણિક તત્વ દૂધ સાથે મિક્સ થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર