એમએસ ધોનીને કાશ્મીરમાં મળી પોસ્ટિંગ, 15 દિવસ સુધી આ ખતરનાક ફોર્સ સાથે કરશે ટ્રેનિંગ

ગુરુવાર, 25 જુલાઈ 2019 (13:42 IST)
ઈંડિયન ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના સ્ટાર ખેલાડી એમએસ ધોની (MS Dhoni) ટૂંક સમયમાં જ સેના (Indian Army)સાથે જોડાવવા જઈ રહ્યા છે. 31 જુલાઈના રોજ કાશ્મીરમાં ગોઠવાયેલ ટેરિટોરિયલ આર્મીની 106મી પૈરાશૂટ બટાલિયનમાં સામેલ થશે. સેનાની તરફથી બતાવાયુ છે કે લેફ્ટિનેટ કર્નલ એમએસ ધોની 31 જુલાઈથી 15 ઓગસ્ટ 2019 સુધી પોતાની બટાલિયનમાં સામેલ થવા માટે 106મી ટેરિટોરિયલ આર્મી બટાલિયન સાથે જોડાય રહ્યા છે. આ યૂનિટ કાશ્મીરમાં ગોઠવાયેલ છે.  ધોની બટાલિયન સાથે જોડાયા પછી ગાર્ડ, પોસ્ટ ડ્યુટી, પેટ્રોલિંગ જેવી ડ્યુટી સાચવશે અને જવાનો સાથે જ રહેશે. 
ધોની પહેલા પણ જમ્મુ-કાશ્મીર જઈ ચુક્યા છે. વર્ષ 2017માં ધોની જમ્મુ કાશ્મીરના બારામુલા ગયા હતા. જ્યા તેમને આર્મી તરફથી આયોજીત ક્રિકેટ મેચમાં ગેસ્ટમાં રૂપમાં ભાગ લીધો હતો. ધોની આ મેચને આર્માની યૂનિફોર્મ પહેરીને જ જોવા પહોંચ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે એમએસ ધોનીને 2011માં ઈંડિયન ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેટ કર્નલની રેંક આપવામાં આવી હતી. ધોનીનો આર્મી પ્રેમ કોઈનાથી છિપાયો નથી મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈંડિયાને ક્રિકેટના દરેક ફોર્મેટમાં ટોચ સુધી પહોંચાડ્યુ. પણ રાંચીના આ લડાકુ ક્રિકેટર નહી કંઈક બીજુ જ બનવા માંગતા હતા. ધોનીએ એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તે બાળપણથી જ ફૌજી બનવા માંગતા હતા. તેઓ રાંચીના કૈટ એરિયામાં મોટેભાગે ફરવા નીકળી જતા હતા. પણ નસીબને કંઈક બીજુ જ મંજુર હતુ. આ જ કારણ છે કે તેઓ સૈન્યના ઓફિસર ન બની શક્યા અને ક્રિકેટર બની ગયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર