Sharad Purnima 2021: શરદ પૂર્ણિમાની રાત્રે ઘરે આવે છે મા લક્ષ્મી, આ ઉપાયોથી કરો પ્રસન્ન

મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (01:30 IST)
Sharad Purnima 2021: આખા વર્ષમાં આવનારી પૂર્ણિમાઓમાં શરદ પૂર્ણીમા ખૂબ ખાસ માનવામાં આવે છે. શરદ પૂનમની રાત્રે ચદ્રનુ સૌદર્ય અને આભા એકદમ અલગ જોવા મળે છે.  શાસ્ત્રોમાં શરદ પૂનમ વિશે કહ્યુ છે કે આ રાત્રે ચંદ્રની સુંદરતા જોવા માટે દેવતાગણ સ્વર્ગથી પૃથ્વી પર આવે છે. શરદ પૂર્ણિમા પર એવી પણ માન્યતા છે કે દેવી લક્ષ્મી એ રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે અને દરેક ઘરમાં જઈને જુએ છે. કોણ કોણ રાત્રે જાગીને પ્રભુનુ ભજન જપે છે. તેથી તેને કોજાગરી પૂર્ણીમાના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે જે પણ વ્યક્તિ સૂતેલો જોવા મળે છે માતા લક્ષ્મી તેના ઘરે પ્રવેશ કરતી નથી. આવામાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને દરેક મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાય કરવામાં આવે છે. 
 
- શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવવામાં આવે છે અને આ ખીરને આખી રાત ખુલ્લા આકાશમાં ચંદ્રના પ્રકાશમાં મુકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા પર ચંદ્રની કિરણો અમૃત વરસાવે છે અને ખીરમાં અમૃતનો અંશ ભળી જાય છે. આર્થિક સમૃદ્ધિ, સુખ-સમૃદ્ધિ અને ધનલાભ માટે શરદ પૂર્ણિમાની રાત્રે જાગરણ કરવામાં આવે છે.
 
- શરદ પૂર્ણિમાની રાત્રે મોડે સુધી જાગ્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લીધા વિના સુવુ ન જોઈએ. રાત્રે જાગવાને કારણે તેને કોજાગરી પૂર્ણિમા એટલે કે જાગવાની રાત પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખુલ્લા આકાશની નીચે મુકવામાં આવેલ અમૃત તુલ્ય ખીરને પ્રસાદ રૂપે જરૂર ગ્રહણ કરવી જોઇએ.
 
- શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજનથી તમામ પ્રકારના કર્જમાંથી મુક્તિ મળે છે, તેથી તેને કર્જમુક્તિ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ રાત્રે શ્રીસુકત, કનકધાર સ્તોત્રનું પઠન, વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને ભગવાન શ્રીકૃષ્ણના મધુરાષ્ટકનો પાઠ કરવાથી ઈષ્ટ કાર્યોની સિદ્ધિ અપાવે છે અને એ ભક્તને ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ મળે છે.
 
- શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે, પૂર્ણિમાની વહેલી સવારે સ્નાન કરીને તુલસીને ભોગ, દીવો અને જળ જરૂર ચઢાવો. આવુ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. . આ ઉપરાંત શરદ પૂર્ણિમા પર માતા લક્ષ્મી મંત્રનો જાપ પણ કરવો જોઈએ.
 
- મા લક્ષ્મીને સોપારી ખૂબ પ્રિય છે. શરદ પૂર્ણિમા પર સવારે માતાની પૂજામાં સોપારી મુકો. પૂજા કર્યા પછી સોપારી ઉપર લાલ દોરો લપેટીને અક્ષત(ચોખા), કુમકુમ, પુષ્પ વગેરેથી પૂજા કરો અને તેને તિજોરીમાંમુકો, પૈસાની તંગી નહીં રહે.
 
- શરદ પૂર્ણિમાની રાત્રે, જ્યારે ચંદ્રપ્રકાશ ચારે તરફ ફેલાયેલો હોય છે, ત્યારે તે સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને લાભ થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રે હનુમાનની સામે ચૌમુખી દીવો પ્રગટાવો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર