કંગનાએ તો ભારે કરીઃ સુરતમાં મણિકર્ણિકાની તસવીરો સાથેની સાડીઓ તૈયાર થઈ, બિહારમાં વહેંચાશે

મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (13:25 IST)
સુરતમાં અવનવી પ્રતિભાઓ વસી છે. જેમાં રત્નકલાકારો થી લઈને ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરતાં લોકો અને ખાસ પ્રકારની ડિઝાઈનર સાડીઓ બનાવતાં લોકો પણ વિશ્વમાં તેમની પ્રતિભાથી જાણિતા છે. ત્યારે એક નવી જ વાત અહીં રજુ કરવી છે. સુરતમાં હીરાના ગણપતિ મોદીના છાપ વાળા સોના ચાંદીના સિક્કાઓ, સાડી પર મોદીના ફોટોની પ્રિન્ટ આ બધું ચૂંટણી સમયે વધારે પ્રમાણમાં ચર્ચામાં રહેતું હોય છે. પરંતું આ વખતે બિહારની ચૂંટણીમાં કંઈક અલગ પ્રકારનો જ પ્રચાર થઈ રહ્યો છે. અગાઉ ભાજપના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભૂતકાળમાં બિહારમાં ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તસવીરોવાળી સાડી સુરતમાં તૈયાર કરાવી વહેંચી હતી અને આ રીતે મતદારોને લુભાવવા પ્રયત્ન થયો હતો પરંતુ હવે બિહારની ચૂંટણી આવી રહી છે ત્યારે હોટ ટોપિક કંગના રનૌત અને સુશાંતસિંહ રાજપૂત બની ગયા છે. સુશાંત બિહાર રાજપુત સમાજનો છે. જો કે બિહારમાં આ મતદાર વર્ગ મોટો નથી પરંતુ ભાજપ સી.આર.ની ફોર્મ્યુલા મુજબ એકપણ મત ગુમાવવા માગતો નથી અને તેથી જ સુરતમાં કાપડના વેપારીઓએ કંગનાની મણિકર્ણિકાની તસવીરો સાથેની સાડીઓ તૈયાર કરી છે અને તે હવે બિહારમાં ચૂંટણી સમયે વહેંચવામાં આવશે. સુરતમાં આલિયા ફેબ્રીક્સ દ્વારા આ સાડીઓ તૈયાર થઇ છે અને તેઓએ કહ્યું છેકે અમારો સાડીઓનો બિઝનેસ છે અને આ બિઝનેસ મારફત કંગનાને સમર્થન કરીએ છીએ. તેઓ કહે છે કે મુંબઈ દિલ્હીથી પણ ઓર્ડરો મળી રહ્યા છે. 1000ની કિંમતની આ સાડી છે પરંતુ માનવામાં આવે છે કે આ સાડી ભાજપ માટે બિહારમાં વોટકેચર બની રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર