વડોદરા નજીક જીઆઇડીસીમાં આગ, 6 જેટલા પ્રચંડ ધડાકા, 3 કર્મચારી ઇજાગ્રસ્ત

ગુરુવાર, 2 જૂન 2022 (21:13 IST)
વડોદરા નજીક નંદેસરી જીઆઇડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ નામની કંપનીમાં આગ ફાટી નિકળી છે. કંપનીમાં અત્યાર સુધીમાં 6 જેટલા બ્લાસ્ટ થયા છે. આ આગમાં કેટલાક મજૂરો ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે એમોનિયા ભરેલી ટેન્ક સુરક્ષિત કરી દેવામાં આવી છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની 20 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વડોદરા નજીક નંદેસરી જીઆઇડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં આગ ફાટી નિકળી છે. જેમાં ત્રણ થી ચાર કર્મચારીઓને ઇજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થયાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
 
વડોદરા ફાયર બ્રિગેડના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે નંદેસરી જીઆઇડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટનાનો કોલ આવતાં જ ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીમાં અત્યાર સુધી 6 જેટલા બ્લાસ્ટ થયા છે. એમોનિયાથી ભરેલી ટેન્કને સુરક્ષિત કરી દેવામાં આવી છે. આગમાં ત્રણ થી ચાર કર્મચારી ઇજાગ્રસ્તા થયા છે. જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આગમાં હાલમાં કોઇ જાનહાનિ થઇ નથી. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં પ્રચંડ ધડાકા સાથે પ્લાન્ટમાં લાગેલી આગથી ઊઠેલ ધુમાડો એક કિલોમિટર સુધી દેખાયો હતો.