વિદેશમંત્રી એસ. જયશંકર વડોદરા પોલીસની આ કામગીરીથી અભિભૂત... મુલાકાત પોથી લખી આ નોંધ

ગુરુવાર, 2 જૂન 2022 (13:50 IST)
વિદેશ મંત્રી એસ. જયશંકરે શહેરના પોલીસ ભવન સ્થિત શી ટીમની કચેરીની મુલાકાત લીધી હતી. શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે તેમને ઉષ્માસભર આવકાર આપીને શી ટીમની રચનાનો હેતુ અને બહુ આયામી કામગીરીની વિગતવાર જાણકારી આપી હતી.
 
તેઓ, women power in uniform ની પ્રતીતિ કરાવતી શી ટીમની મહિલા સુરક્ષા,વડીલ જનોની સેવા,યુવા પેઢીને વ્યસનમુક્ત રાખવાની જહેમત સહિતની અન્ય સમાજલક્ષી અને માનવીય સંવેદનાસભર કામગીરી થી ભારે પ્રભાવિત થયાં હતાં.આ મુલાકાત થી શી ટીમ પણ ખૂબ પ્રોત્સાહિત થઈ હતી. 
 
વિદેશમંત્રી એસ. જયશંકરની  વડોદરા શહેર શી ટીમ કાઉન્સિલિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત સમયે વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘે તેમને શી ટીમના વિવિધ પ્રોજેક્ટ્સ તથા શી ટીમે કરેલી સફળ અને પરિણામદાયક કામગીરીથી મંત્રીને માહિતગાર કર્યા હતા.
 
શી ટીમની બહુ આયામી કામગીરીનો વિડિયો પણ તેમણે રસપૂર્વક નિહાળ્યો હતો. વિદેશ મંત્રીએ શી ટીમના બાઈક રાઈડર્સ તથા શી ટીમ ઈ- બાઈક ચાલકો સાથે વાર્તાલાપ કરીને અને તેમને બિરદાવીને તેમનો જુસ્સો વધાર્યો હતો.
 
પોલીસ ભવનની મુલાકાત દરમિયાન દેશના વિદેશ મંત્રી એસ.જયશંકરે શી ટીમ દ્વારા રાખવામાં આવતી મુલાકાત પોથીમાં પ્રશંસનીય નોંધ કરી હતી. તેમણે લખ્યું કે વડોદરા પોલીસના મુખ્ય મથકની મુલાકાત અને ખૂબ જાણીતી શી ટીમની જાણકારી પ્રેરણાપ્રદ જણાઈ.આ એક ખૂબ સારી અને અનુકરણીય પહેલ છે.
 
મારી શી ટીમને શુભકામનાઓ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર