Video: ફરી કાશ્મીર છોડવા મજબૂર પંડિતો

ગુરુવાર, 2 જૂન 2022 (18:56 IST)
બે દિવસ પહેલાં કાશ્મીરમાં એક શિક્ષિકા રજની બાળાની હત્યાનું દુખ હજી ઓછું પણ નહતું થયું અને આજે આતંકીઓએ વધુ એક ટાર્ગેટ કિલિંગ કર્યું છે. બેન્ક મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિજય મૂળ રાજસ્થાનનો છે. આ હુમાલ વિશે કાશ્મીરી પંડિતોએ એક ઈમરજન્સી બેઠક બોલાવીને ત્રણ મોટા નિર્ણયો લીધા છે

 
અલગ-અલગ ટ્રાન્ઝિટ કેમ્પમાંથી આવેલા કાશ્મીરી અલ્પસંખ્યક ફોરમ અંતર્ગત બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં બેન્ક અધિકારી વિજય કુમાર સહિત દરેક ટાર્ગેટ કિલિંગ હુમલાને વખોડવામાં આવ્યા હતા. તેમણે આ કૃત્યને કાયરતાની નિશાની ગણાવી હતી.બેઠકના સીનિયર અધિકારીઓનું કહેવું છે કે, આ બેઠકમાં ત્રણ મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ઘાટીમાં દરેક જગ્યાએ અત્યારે તાત્કાલીક વિરોધ પ્રદર્શન રોકી દેવામાં આવ્યા છે. ફોરમનું કહેવું છે કે, ઘાટીમાં દરેક અલ્પસંખ્યકો સામે સરકારે કોઈ વિકલ્પ નથી છોડ્યો. આજે વિજય કુમારની હત્યા પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે, શુક્રવાર સવારથી કાશ્મીરી પંડિતો ઘાટીથી પલાયન કરવાનું શરૂ કરશે. ફોરમે ઘાટીમાં દરેક પ્રદર્શનકારીઓને અપીલ કરી છે કે, તેઓ દરેક નવયુગ ટનલ પાસે ભેગા થશે અને ત્યાં જ આગળની કાર્યવાહી વિશે નિર્ણય કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર