સાબરમતી રિવર ફ્રંટ પર પહોંચ્યા મોદી.. સી પ્લેન દ્વારા જશે ધરોઈ ડેમ

મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (10:59 IST)
અમદાવાદમાં રોડ શો કેંસલ થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચારની નવી રીતે પસંદ કરી છે. પીએમ મોદી સાબરમતી રિવર ફ્રંટ પહોંચી ચુક્યા છે. અહીથી સી પ્લેન દ્વારા તેઓ ઘરોઈ ડેમ જશે. ત્યારબાદ તેઓ ત્યા રોડ દ્વારા અંબાજી મંદિર જશે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પીએમ મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બંને અમદાવાદમાં રોડ શો ની મંજુરી માંગી હતી. બંને આજે જ રોડ શો કરવા માંગતા હતા પણ પોલીસે કોઈને પણ મંજુરી આપી નહોતી. 
 
અમદાવાદના પોલીસ કમિશ્નર અનૂપ કુમાર સિંહે આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે બંને પાર્ટીઓનો રોડ શો ની મંજુરી આપવામાં આવી ન અથી. પોલીસની તરફથી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાનો હવાલો આપતા કહેવામાં આવ્યુ હતુ કે આ નિર્ણય લોકોને પરેશાનીથી બચાવવા માટે કરવામાં આવ્યો છે. સમાચાર મુજબ પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ રોડ શોની મંજુરી મળી નથી. 

પીએમ મોદી જે સી-પ્લેનમાં બેસશે, તેનું વજન અંદાજે 700 કિલો છે, જેમાં 6 સીટ છે. આ સી-પ્લેન 1100 કિલોનું વજન ઉંચકી શકે છે. એક તરફ વડાપ્રધાન મોદી અમદાવાદથી સીપ્લેનમાં સવારી કરશે, તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધી જગન્નાથ મંદિરમાં દર્શન કરવા જશે. સવારે 10.30 કલાકની આસપાસ તેઓ મંદિર જશે.

પહેલીવાર સાબરમતી નદી પર સી-પ્લેન આવ્યું
દેશમાં આ પ્રકારના વિમાનમાં અત્યાર સુધીની આ પહેલી ઉડાન હશે. પીએમ મોદી તે સી-પ્લેનથી જ પરત આવશે. પીએમ મોદીએ રેલીમાં કહ્યુ હતું કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સી-પ્લેન સાબરમતી નદી પર ઉતરશે. હું ધરોઈ ડેમમાં ઉતર્યા બાદ સી-પ્લેનથી અંબાજી જઈશ અને પરત આવીશ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર