ગુજરાતના અંબાજી મંદિર પાસેથી દેશી બોમ્બ મળ્યો, મંદિર બંધ કરાયું

મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:59 IST)
તાજેતરમાં જ ગુજરાતમાંથી બે આઈએસઆઈએસના ત્રાસવાદીઓ પકડાયા છે અને કોર્ટમા તેમની સુનાવણી ચાલી રહી છે. તેમણે કેવી રીતે આઈએસમાં શરૂઆત કરી થઈ લઈને બોમ્બ કેવી રીતે બનાવવો તેની વિગતે વાત કરી હતી. આ ત્રાસવાદીઓના નિશાને ગુજરાતના ધાર્મિક સ્થળો છે. તેમણે ચોટીલા મંદિર પર હૂમલો કરવાની વાત કરી હતી પણ ફરીવાર ગુજરાતના જાણીતા અંબાજી મંદિરમાંથી પણ દેશી બોમ્બ મળતાં ચકચાર મચી જવા પામી છે.  ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો છે. કાગળમાં લપેટીને મૂકવામાં આવેલો બોમ્બ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અત્યારે મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે સંદિગ્ધ લોકોની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અને યાત્રાળુઓની સતર્કતાથી આ બોમ્બ મળી આવતા મોટી આફત ટળી છે.

વેબદુનિયા પર વાંચો