ગ્લોબલ બજારમાંથી મળેલ મજબૂત સંકેતો અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નાણાકીય જાહેરાતોને કારણે આજે ભારતીય શેયર બજારની શરૂઆત વધારા સાથે થઈ. વેપારની શરૂઆતમાં સેસેક્સ 584.07 અંક એટલે કે 1.59 ટકા વધીને 37,285.23 પર અને નિફ્ટી 143.25 અંક એટલે કે 1.38 ટકા વધીને 10,972 પર ખુલ્યો
બેંક અને ઓટો શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીનાં ઓટો ઇન્ડેક્સમાં 0.66 ટકાનો ઉછોળો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 14 અંતના વધારા સાથે 28200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. ત્યાં જ આઇટી ઇન્ડેક્સ 0.89 ટકા, ફાર્મા 0.69 ટકા, રિયલ્ટી ઇન્ડેક્, 0.99 ટકાની વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે