ભાજપના આ ધારાસભ્યએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ

મંગળવાર, 19 માર્ચ 2024 (08:12 IST)
Ketan inamdar- વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
 
વિધાનસભાના અધ્યક્ષ કેતન ઈનામદારે મોડી રાતે 1.35 વાગ્યે જ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યુ  છે.

કેતન ઈનામદારે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ સોંપ્યું છે. ઈ- મેલમાં માત્ર ત્રણ લાઈન લખ્યું હતું કે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. 
 
તેમણે મોડી રાત્રે 1.35 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલ કર્યો હતો. પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઈનામદાર પ્રથમ ધારાસભ્ય છે. કેતન ઇનામદાર 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર તેઓ ધારાસભ્ય બન્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય બની રાજનીતિની શરૂઆત કરી હતી.

 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ અવાજ એકલો કેતન ઇનામદારનો અવાજ નથી, ભાજપના તમામ જૂના કાર્યકર્તાઓનો અવાજ છે. ભાજપનો પરિવાર મોટો થાય એ સારી વાત છે પણ પક્ષના જૂના કાર્યકર્તાઓએ જે ભોગ આપ્યો છે તેની અવગણના થાય છે એ બરાબર નથી.”
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર