એક એવુ ગામ જ્યા હોલિકા દહન થતુ નથી, કારણ કે માન્યતા છે કે હોલિકા દહન થાય તો ગામમાં લાગે છે આગ

ગુરુવાર, 17 માર્ચ 2022 (11:01 IST)
રામસણ ગામમાં છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવતો નથી. પૂર્વજો દ્વારા જ હોલિકા દહન ગામમાં થતું ન હોઈ અત્યારે આધુનિક સમયમાં પણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.
 
ડીસા તાલુકાના રામસણ ગામમાં રામેશ્વર મહાદેવના પૂજારી રમેશભારથીએ જણાવ્યું હતું કે રામસણ ગામમાં અનેક લોકવાયકાઓના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજદિન સુધી તોડવામાં આવી નથી. જેના કારણે ગામના લોકો હોળી પ્રગટાવતા નથી. વર્ષો પહેલા હોળી પ્રગટાવવા થી રામસણ ગામમાં બે વખત આગ લાગી હતી. જે બાદ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં આવી નથી. પૂર્વજો દ્વારા ચાલી આવતી આ પરંપરાને આજે પણ ૨૧ મી સદીમાં પણ અકબંધ રાખવામાં આવી છે.
 
રામસણ ગામના સરપંચ રમેશસિંહ દરબારે જણાવ્યું હતું કે " છેલ્લા કેટલાય વર્ષોથી હોળીની ઉજવણી હોલિકા દહનનો કાર્યક્રમ કરતા નથી. ગામમાં એક જગ્યા પર છાણાનો ધુવો કરી નવજાત શિશુઓને તેની ફરતે ફેરવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમે આજે તોડી નથી. આજે પણ ગામમાં હોલિકા દહનનો કાર્યક્રમ થતો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર