ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લગભગ ખતમ થઈ ગઈ છે. પરંતુ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાનો ભય હજુ કાયમ છે કારણ કે 18 વર્ષથી નીચેના બાળકો જ છે જેમની કોઈ વેક્સીન હજુ સુધી આવી નથી અને વાયરલ ઈંફેક્શનની ચપેટમાં હાલ બાળકો વધુ બીમાર પડી રહ્યા છે, તેથી ત્રીજી લહેર બાળકોને અસર કરશે એવો ભય છે.
સુરતમાં બાળકોને વાયરલ ઈફ્કેશન થવાનો આંકડો વધુ છે પરંતુ બાળકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા તો તેમા માત્ર એક જ બાળક કોરોના પોઝીટીવ અઅવ્યો છે. ઓગસ્ટ મહિનામાં 2800 લોકોએ ઓપીડી સારવાર લીધી તેમા 1100 બાળકો હતા. આ રીતે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી જ 700 બાળકો સારવાર લઈ ચુક્યા છે. વાયરલ ઈંફ્કેશનના આંકડા વધતા તંત્ર દોડતુ થયુ છે. આવી જ સ્થિતિ રાજ્યના અન્ય શહેરો વડોદરા અને રાજકોટની પણ છે. બાળકોમાં ઝાડ, ઉલટી, શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે.