વડોદરા એપીએમસીમાં ભગવો લહેરાયો, 16માંથી 12 બેઠકો પર કબજો

શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (13:42 IST)
વડોદરા એપીએમસીની આગામી તા.૧૭મીએ યોજાયેલી ચૂંટણીમાં ત્રણ વિભાગની કુલ ૧૬ બેઠકો માટે ૩૮ ફોર્મ ભરાયા હતા.જેમાં ખેડૂત વિભાગની ૧૦ અને મંડળી વિભાગની બે બેઠક મળી ૧૨ બેઠક ઉપર ભાજપના જિલ્લા પ્રમુખે આપેલા મેન્ડેટ સિવાયના ઉમેદવારોએ આજે ફોર્મ પાછા ખેંચી લેતાં પૂર્વ ચેરમેન શૈલેષ પટેલના નેજા હેઠળની ભાજપની પેનલે ૧૬ માંથી ૧૨ બેઠકો મેળવી સત્તા કબજે કરી છે. હવે વેપારી વિભાગની ચાર બેઠક માટે કુલ પાંચ ઉમેદવાર રહ્યા છે. જેમાં ભાજપના મેન્ડેટ સિવાયના ઉમેદવાર નારણ પટેલે ફોર્મ પાછું નહીં ખેંચતા આ વિભાગ માટે તા.૧૭મીએ ચૂંટણી યોજાશે.
 
સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR PATIL) દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછીની કદાચ આ પહેલી સહકારી ચૂંટણી વડોદરા APMCની આ પહેલી ચૂંટણી જાહેર થઇ છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ભાજપ દ્વારા 12 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર