વાસ્તવમાં પ્રશાંત મહેતા કે જે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે "વિજય મહેતા, પ્રબોધ મહેતા, રશ્મી મહેતા, રેખા શેઠ અને અન્ય લોકોએ કોવિડ-19 મહામારી શરૂ થયા પછી વકિલોની લીગલ ફી પાછળ રૂ.7 કરોડથી વધુ રકમ ખર્ચી છે. આ નાણાં બોર્ડ અને ચેરિટી કમિશ્નરની મંજૂરી લીધા વગર ચૂકવવામાં આવ્યા છે."
ઉપર જેમના નામ જણાવાયા છે તે ગેરકાયદે ખર્ચ કરનાર ટ્રસ્ટીઓ અને અન્ય લોકોએ વડોદરાના મહારાજાના સેફ વોલ્ટમાંથી વર્ષ 2019માં પાલનપુરમાં મૂકેલા રૂ.45 કરોડના હીરા- ઝવેરાત, ચાંદીના વાસણો, ફેન્સી હીરા વગેરેની લૂંટનો આક્ષેપ કરીને પ્રશાંત મહેતાએ પિટીશન ફાઈલ કરીને તેમની સામે એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે. આ કિંમતી ચીજો યોગ્ય સમયે પાલનપુરમાં લીલાવતી હોસ્પિટલના વિસ્તરણ માટે ઉપયોગમાં લેવાઈ હતી.
પોલિસે પ્રાથમિક ઈન્કવાયરી શરૂ કરીને મુંબઈની ઓફિસોમાં તપાસ હાથ ધરીને કેટલોક માલ-સામાન કબજે કર્યો છે. પ્રશાંત મહેતાએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે ગેરકાયદે કૃત્યો કરનાર ટ્રસ્ટીઓ સામે તેમના ગૂના બદલ એફઆઈઆર રજીસ્ટર્ડ કરવી જોઈએ, પરંતુ પોલિસે આ ચીજો પાલનપુરમાં જેમની પર આરોપ મૂકાયો છે તે વ્યક્તિઓને સોંપી દીધી છે.