સોમનાથમાં શ્રાવણ માસની ઉજવણી સાદાઈ થી થશે પાલખીયાત્રા પણ નહીં નીકળે

બુધવાર, 15 જુલાઈ 2020 (15:07 IST)
કોરોના મહામારીને લઈ લોકડાઉનબાદ સોમનાથ સહિતના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયા હતા.જો કે બાદમાં નિયમોને આધિન મંદિરો ખોલવાની છૂટછાટ અપાઈ છે જો કે હાલની સ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઇ કાર્યકમો,ઉજવણી કરવાની મનાઈ છે.ત્યારે જ સોમનાથની વાત કરીએ તો આ વર્ષે શ્રાવણ માસની ઉજવણી સાદાઈ થી કરાશે તેમજ પાલખીયાત્રા પણ નહીં નીકળે.આ અંગે ટ્રસ્ટના જનરલ  મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણમાસની વિશેષ ઉજવણી નહીં થાય અને પૂજા અર્ચના પણ કાળજી પૂર્વક કરાશે તેમજ કોરોનાને લઈ સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેમનું પાલન કરાશે. અત્રે ઉલ્લેખનીય છે,કે સોમનાથ સાનિધ્યે 25 વર્ષથી પાલખી યાત્રા યોજાતી હતી.જે આ વર્ષે નહીં યોજાય. શ્રાવણમાસમાં સોમનાથ મંદિરે યોજાતા શ્રુગાર,દીપમાળા યથાવત રહેશે. અને દરરોજ શ્રુગારને  લઈ આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમની આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરાશે. મહાદેવને રોજ આરતી,પૂજા કરવામાં આવતી હોય છે.અને સવાર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર