દેશમાં હાલની પરિસ્થિતી માટે મોદી સરકાર જવાબદાર - શંકરસિંહ વાઘેલા

મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (18:27 IST)
રૂપિયાની કથળેલી સ્થિતિ પર શંકરસિંહ વાઘેલાએ કટાક્ષ કરતા કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ, હાલની સ્થિતિ પર PM મોદી જ જવાબદાર છે, રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે. દેશ અને પ્રદેશની જનતાને આપેલા વાયદાનો સરકાર હિસાબ આપે. મોદી કરેલા કામનો હિસાબ આપે, જનતાને આપેલી વચનોની ઉઘરાણી પ્રજા કરી રહી છે.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મે વડાપ્રધાન મોદીને 21મે 2014માં વિદાય સમારંભ સમયે કહ્યું હતું કે આપે આ દેશને અને રાજ્યની પ્રજાને વચનો આપ્યા છે. દેશ અને રાજ્યોમાં તમારી સરકાર છે. સાડા ચાર વર્ષ કેંદ્ર સરકારને થવા છતા જનતા વતી હિસાબ માગુ છું. કોઈ વ્યક્તિગત વાત કે ઉઘરાણી નથી, આ પ્રજા વતી ઉઘરાણી છે. પહેલા રોજગારીના વચનો આપ્યા હવે પકોડા તળવાની સલાહ આપો છો. દેશના ખેડૂતોને ભાજપ સરકાર દગો કરી રહી છે. ખેડૂતોને વિજળી, સિંચાઈના પાણી પુરા પાડવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ બની છે.વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ત્રીજા મોરચા જેવું કશું હોતુ નથી. રાહુલ ગાંધીએ સેક્રીફાઈસની વાત કરી. ભાજપ સામે બધા વિપક્ષોએ એક થવું જોઇએ. ભાજપ સામે ત્રીજો અને પણ બીજો મોરચો બનવો જોઇએ. લોકસભાની ચૂંટણીમાં સક્રિય રહીશ. યોજનાઓના માત્ર નામ બદલી નખાયા છે. ભાજપના તમામ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. હું 2019માં ભાજપની સામેનો વડાપ્રધાન જોવા માંગુ છું. હું ઘર વાપસીની શોધમાં નથી. હું મારા ઠેકાણે જ છું.NCPમાં જોડાવવાની અટકલો વચ્ચે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી કે તેઓ NCPમાં જોડાવવાના નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ ગૌત્રમાંથી કોંગ્રેસની કંઠી બાંધ્યા બાદ કોંગ્રેસથી છેડો ફાડનારા શંકરસિંહ વાઘેલાએ લોકોને ત્રીજા વિક્લ્પરૂપે જનવિકલ્પ મોરચો આપ્યો હતો. મોરચાને ચૂંટણીમાં ભૂંડી રીતે હારનો સામનો કર્યો હતો અને શંકરસિંહના રાજકીય ભાવી ડામાડોર થયું હતું. મોરચાની રચના બાદ બણગાં ફૂંકનાર બાપૂએ એક સમયે કહ્યું હતું કે, બીજેપી શાસનમાં મોંઘવારીથી તો કોંગ્રેસના કૌભાંડોથી પ્રજા ત્રસ્ત છે. તેથી લોકો માટે જનવિકલ્પ મોરચો એક યોગ્ય વિકલ્પ પૂરો પાડશે. હવે એ જ બાપૂને એનસીપીમાં જોડાવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.આ વર્ષે મે મહિનાના અંતમાં ગાંધીનગર ખાતે સર્કિટ હાઉસમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પોતાના જૂથના સભ્યોની એક બંધબારણે બેઠક યોજી હતી. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર