સંત જલારામ બાપાની 224 મી જન્મ જયંતી, વિવિધ ધામક કાર્યક્રમોની ઉજવણી

રવિવાર, 19 નવેમ્બર 2023 (10:17 IST)
19 નવેમ્બર ને રવિવાર ના રોજ સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત જલારામ બાપાની 224 મી જન્મ જયંતી ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ભાવનગર શહેરના આનંદનગર, ખારગેટ, વિઠ્ઠલવાડી સહિત જિલ્લાના જલારામ મંદિરોમાં ધામધુમથી ઉજવણી કરાશે.
 
જલારામ મંદિર આનંદનગરને રોશની થી શણગારવામાં આવેલ છે પૂજ્ય બાપાની જન્મ જયંતીના દિવસે તારીખ 19  ને રવિવાર ના રોજ સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે સવારે 8:15 કલાકે ધજા પૂજન સવારે 8:30 કલાકે બાપા નું પૂજન સવારે 11:00 કલાકે પૂજ્ય બાપાને 224 થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ કરવામાં આવશે જેના દર્શન તેમજ બપોરે 12:15 કલાકે પૂજ્ય બાપાની મહાઆરતી કરવામાં આવશે.

જલારામ જયંતીના દિવસે મંદિર સવારે પાંચ કલાકથી રાત્રિના 9:30 કલાક સુધી મંદિરના દર્શન ખુલ્લા રહેશે. જલારામ જયંતિ નિમિત્તે રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહકારથી રક્તદાન શિબિર, જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
જલારામબાપાના ભક્તો દર્શને આવી પહોંચ્યા છે. મોડી રાતથી જલારામબાપાના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર લાગી છે. આવામાં મંદિર દર્શને આવેલા ભક્તોએ વર્લ્ડકપમાં ભારતના જીતની પ્રાર્થના કરી. ભારત વર્લ્ડ કપ જીતે તેવી દર્શને આવતા ભક્તોની પ્રાર્થના છે. સાથે જ દર્શને આવેલ ભક્તો ભારતના ડ્રેસ કોડમાં જોવા મળ્યા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર