સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને મોતને વ્હાલુ કર્યુ

શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (13:15 IST)
ખેડા જિલ્લામાંથી આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે. ખેડાના ગોબલજમાં યુવાને   આપઘાત કરી લીધો. ખાનગી કંપનીમાં કામ કરતા  આ યુવકે સોશિયલ મીડિયા પર  વેદના ઠાલવી હતી. સોશિયલ  મીડિયામાં વેદના ઠાલવી  હતી.તેમનું નડિયાદનું  મકાન પચાવી પાડવા સાથે કેટલાક શખ્સો ધાક ધમકી આપતા હતા. સોશિયવ  મીડિયામાં પોતાની વેદના ઠાલવતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેડા સિવિલમાં લઇ જવાયો છે.
 
મિત્રો, મારું નામ દિવાન તૌફીક છે. હું આ જિંદગીથી કંટાળી ગયો છું. આજે હું જે કામ કરવા જઈ રહ્યો છું, તેના માટે મારા પરિવાર કે સંબંધીનું દબાણ નથી, કે મારું ટોર્ચરિંગ નથી થયું. હું આ મારી મરજીથી કરી રહ્યો છું. હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છું. મારું નડિયાદનું મકાન છે તેમાં ત્રણ-ચાર લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે. છેતરપિંડી કરીને મારા પાસેથી દસ્તાવેજ કરાવી લીધો છે. મને લખીને આપ્યું છે કે અમે 35 હજારનો હપ્તો નાખીશું. દર મહિને તેઓ હપ્તો નથી નાખતા. મને બેંકની ત્રણ નોટિસ મળી ચૂકી છે. લાલજી ભરવાડ, ચીના ગાયકવાડ, આરિફ, સલમાન અન્સારી, વહિદા ખલિફા મને મારવાની ધમકી આપે છે. એ લોકો કહે છે કે અમે તને મારી નાંખીશું તો બેંક લોન માફ કરી દેશે. બાદમાં અમે તારું મકાન મફતમાં લઈ લઈશું. મને આપણા બંધારણ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા મોત બાદ મને ન્યાય મળશે. ગુનેગારોને સજા મળવાની જ છે." 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર