Parliament Session LIVE : લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજુ કરવાના સમર્થનમાં 269 અને વિરોધમાં પડ્યા 198 વોટ

મંગળવાર, 17 ડિસેમ્બર 2024 (15:49 IST)
Parliament LIVE:  કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે બપોરે લોકસભામાં બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ રજૂ કરી દીધું. આ બિલ ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવા માટે તૈયાર છે. ભાજપે વ્હીપ જાહેર કર્યો છે. વહેલી સવારે કોંગ્રેસે તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. આ બિલને 'બંધારણ (129મો સુધારો) બિલ 2024' નામ આપવામાં આવ્યું છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવાની ભલામણ કરવા જઈ રહી છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો હતો. જયારે કોંગ્રેસે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી અને ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શનનો સતત વિરોધ કરી રહ્યો છે.

એક સાથે ચૂંટણી યોજવાથી દેશના પૈસાની બચત થશેઃ TDP
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ આ બિલને સમર્થન આપ્યું છે. ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીના સાંસદ ચંદ્રશેખરે કહ્યું કે એક સાથે ચૂંટણી કરાવવાથી દેશના પૈસાની બચત થશે.
 
આ બિલ મતદાનના અધિકારને નુકસાન પહોંચાડે છે - ગૌરવ ગોગોઈ
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ બિલ મતદાનના અધિકાર પર હુમલો છે. આ બિલ બંધારણની મૂળ ભાવના પર હુમલો છે.
 
આ માત્ર એક માણસનો આગ્રહ છે - TMC
ટીએમસીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આ બિલ બંધારણના બંધારણ પર હુમલો છે. રાજ્યોની વિધાનસભા કેન્દ્ર હેઠળ નથી. આ ચૂંટણી સુધારણા નથી, માત્ર એક માણસની જીદ છે.
 
આ સાવ અર્થહીન શરૂઆત છે - રાજીવ શુક્લા
'વન નેશન, વન ઈલેક્શન' બિલ પર કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું, 'હું માનું છું કે આ સંપૂર્ણપણે અર્થહીન શરૂઆત છે. આ કોઈ પણ રીતે મદદ કરશે નહીં. જ્યાં સુધી એવી જોગવાઈ ન હોય કે કોઈપણ સંજોગોમાં આગામી પાંચ વર્ષ માટે ગૃહનું વિસર્જન ન કરવું જોઈએ, તો જ તમે આ ઉદ્દેશ્ય હાંસલ કરી શકશો.

 
સપા અને કોંગ્રેસ સાંસદે કર્યો બિલનો વિરોધ 
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ બિલનો વિરોધ કર્યો છે. સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યુ કે આ બિલ સંવિઘાનને મૂલ ભાવના પર ઘા કરે છે. સંઘીય માળખાને ખતમ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યુ કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી બીલ સંવિધાનના મૂળ માળખાના સિદ્ધાંત પર હુમલો ચે. 
 
વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં રજુ 
 કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં 'વન નેશન વન ઈલેક્શન' બિલ રજૂ કર્યું છે. બિલ રજૂ થયા બાદ વિપક્ષી નેતાઓ તેની વિરુદ્ધ બોલી રહ્યા છે.
 
 
જેપી નડ્ડાએ કોંગ્રેસને ઈમરજન્સીના સમયની યાદ અપાવી
બંધારણ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં કહ્યું, 'આગામી વર્ષે ઈમરજન્સી લાગુ થયાને 50 વર્ષ થશે. અમે લોકશાહી વિરોધી દિવસ ઉજવીશું. કોંગ્રેસે આમાં જોડાવવું જોઈએ અને લોકોને અપીલ કરવી જોઈએ કે 50 વર્ષ સુધી ઈમરજન્સી દરમિયાન લોકશાહીનું ગળું દબાવવાનો દૂષિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો તમને તમારા હૃદયમાં ક્યાંય પણ તેમના માટે સહેજ પણ દયા હોય, તમારા હૃદયમાં ક્યાંય પણ પસ્તાવો હોય, તો હું તમને 25મી જૂન 2025ના લોકશાહી વિરોધી દિવસે જોડાવા અપીલ કરું છું.

03:49 PM, 17th Dec
- સમર્થનમાં 269 અને વિરોધમાં 198 વોટ  
લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજુ કરવામાં આવ્યુ છે. વિપક્ષી સાંસદોના વિરોધ પછી આ બિલને સ્વીકાર કરવા માટે વોટિંગ કરાવવામાં આવ્યુ. બિલના સમર્થનમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યા છે. 
 
- વન નેશન વન ઈલેક્શન બિલ  સ્વીકાર કરવાને લઈને વોટિંગ 
 વન નેશન વન ઈલેક્શન બિલ સ્વીકાર કરવાને લઈને વોટિંગ થઈ રહી છે. નવી સંસદમાં પહેલીવાર ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી વોટિંગ થઈ રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર