શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૩ દિવસમાં ઝાડા-ઊલટીના ૪૭૩ કેસો, કમળાના ૧૭૪ કેસો, ટાઇફોઈડના ૧૪૩ કેસો, સાદા મેલેરિયાના ૮૦ કેસો, ઝેરી મેલેરિયાના ૩૯ અને ડેન્ગ્યુના ૩૭ તથા ચિકન ગુનિયાના ત્રણ કેસો નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં શીતલહેર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં ઠંડી વધે તેવા સંજોગોમાં પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી જતો હોય છે પણ અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાની બેદરકારીને લીધે શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે.