5 Secrets For Fit And Healthy 'બચી જાય જે યુવાનીમાં દુનિયાની હવાઓથી તે ઈશ્વર છે, માણસ નહીં' યુવાનીમાં આપણે સમસ્યાઓ પાછળ દોડીએ છીએ, વૃદ્ધાવસ્થામાં સમસ્યાઓ આપણી પાછળ દોડે છે. પણ કલ્પના કરો કે જો વૃદ્ધાવસ્થા ક્યારેય ન આવે તો કેવું રહે. શરીર ભલે વૃદ્ધ થઈ જાય પણ દિલ હંમેશા બાળક જ રહેવું જોઈએ. તો જ તમે જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો. તમારા મનને યુવાન રાખો, વિશ્વાસ કરો કે તમે ક્યારેય વૃદ્ધ નહીં થાઓ. અહીં વૃદ્ધત્વ ન હોવું તેનો અર્થ છે જીવનમાં 10 કિંમતી વર્ષો વધારવાનો. હા, કેટલીક આદતો અપનાવીને તમે તમારી ઉંમર 10 વર્ષ વધારી શકો છો.
તમારી ઉંમર 10 વર્ષ વધારવાના ફક્ત 1-2 નહીં પરંતુ 5 સિક્રેટસ છે. તમે બધા નોંધી લો, નંબર 1 - અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ ૩૦ મિનિટ વોક કરો. આનાથી માંદગીના દિવસોમાં 43% ઘટાડો થાય છે. નંબર-2: પાંચ-બે સૂત્રનું પાલન કરો, એટલે કે 5 દિવસ સામાન્ય ખોરાક લો અને 2 દિવસ ફાસ્ટિંગ કરો. નંબર-3, અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ એવી કસરત કરો કે 8-10 મિનિટ સુધી શ્વાસ ફૂલવાની સ્થિતિ ઉભી થાય, તેનાથી મસલ્સની ગ્રોથ થાય છે અને રોગોનું જોખમ 30% ઓછું થાય છે. નંબર-4 દરરોજ 20 મિનિટ મેડીટેશન કરો, આનાથી શરીરના સેલ્સ ઓછા ડેમેજ થશે અને આયુષ્ય વધશે. નંબર-5, આ કામ બધા કરે છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. જ્યારે તમે પાણી પીઓ છો, ત્યારે તેને એક જ વારમાં ન પીવો, પરંતુ તેને થોડા થોડા ઘૂંટમાં પીવો. આ એકાગ્રતા વધારે છે, થાક ઘટાડે છે અને સાંધા મજબૂત રાખે છે.
જો તમે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છોડી દો અને તમારા જીવનમાં આ 5 બાબતો અપનાવો અને લાંબા સમય સુધી તેનું સતત પાલન કરો, તો તમે ઘણી ખતરનાક બીમારીઓથી બચી શકો છો. તમે હાર્ટ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવા લાઈફસ્ટાઈલ સંબંધિત રોગોથી બચી શકો છો.