તરબૂચને ગરમીમાં બેસ્ટ ફળ માનવામાં આવે છે. ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા અને પાણીની ઉણપને દૂર કરવા માટે, દરરોજ તરબૂચનું સેવન કરવું જોઈએ. ઓછી કેલરી, વધુ ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર, તરબૂચ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તરબૂચ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પણ તેને ખાવું ખૂબ જ મુશ્કેલ છે. તરબૂચના નાના બીજ કાઢવા સરળ નથી. ઘણી વખત તરબૂચ ખાતી વખતે બીજ પણ પેટમાં જાય છે. તમે ગમે તેટલી કોશિશ કરો, તમે 2-4 બીજ ખાઈ જશો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તરબૂચના બીજ ખાવાથી પેટમાં શું થાય છે. તરબૂચના બીજ ફાયદો કરે છે કે નુકશાન ચાલો જાણીએ
તરબૂચ પેટને ઠંડક પહોચાડે છે. તરબૂચમાં લગભગ 90 ટકા પાણી જોવા મળે છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચના બીજ પણ શરીર માટે સારા માનવામાં આવે છે. તરબૂચના બીજમાં વિટામિન બી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક અને પ્રોટીન જેવા પોષક તત્વો જોવા મળે છે. જો તમે તરબૂચના બીજ ખાઓ છો, તો તે ઘણી બીમારીઓમાં રાહત આપે છે.
તરબૂચના બીજ ખાવાના ફાયદા (Watermelon Seeds Benefits)
હૃદય માટે ફાયદાકારક - તરબૂચના બીજ હૃદય માટે સારા માનવામાં આવે છે. તેમાં સારી ચરબી, મેગ્નેશિયમ અને ઓમેગા-3, ઓમેગા-6 હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.