ડોંગરેજીએ શ્રીમદભગવતજીનો પ્રચાર નહીં સંચાર કર્યો છે- મોરારીબાપુ

મંગળવાર, 8 ડિસેમ્બર 2020 (10:40 IST)
મહુવા ખાતેના સેવા-સદભાવ મંદિર સંસ્થા ખાતે પ્રખર ભાગવત કથાકાર બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની 30મી પૂણ્યતિથિનો મહોત્સવ પૂજ્ય મોરારી બાપુની હાજરીમાં ખુબજ સાદગી અને કોરોનાના નિયમોના ચુસ્ત પાલન સાથે ઉજવાયો હતો. રામભાઇ તથા દરેક ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં મોરારી બાપુએ બ્રહ્મલીન પ્રેમભીક્ષુજી મહારાજ તેમજ કાશ્મીરી લાલા અને અન્ય સૌ બ્રહ્મલીન ચેતનાઓને તથા અહીં બિરાજતા કુબેરનાથ મહાદેવ અને ગિરિરાજજીને વંદન કર્યાં.
પોતાની જૂની યાદ તાજી કરીને બાપુએ જણાવ્યું હતું કે, અહીં અખંડ રામનામ સંકીર્તન ચોવીસ વરસથી ચાલે છે તેમજ પ્રસિદ્ધિ મુક્ત ભાવે આ સંસ્થા પોતાની મર્યાદામાં નિરંતર કંઇકને કંઇક કરતી રહે છે. શ્રીમદ ભાગવતજી પાઠ-પારાયણ કરનાર શાસ્ત્રીજીના પિતા શિવશંકર દાદા પાસે જે.પી. હાઇસ્કૂલ, મહુવામાં સંસ્કૃતિ શીખતા હતા. ડોંગરેજી મહારાજ વિશે જણાવતા બાપુએ કહ્યું કે બાપા વિશે શું કહેવું? ગામડાઓમાં થતી પાટલા પારાયણની કથાઓની સફળતા અને સાદગીથી દેશ અન દુનિયામાં પ્રચાર-પ્રસાર કરી કથાના મેદાનમાં લાવ્યાં એ સત્યને ઠુકરાવી ન શકાય. 50-55 વર્ષ પહેલાંના અનુભવ કહેતા બાપુએ જણાવ્યું કે ત્રણ કથાઓ થઇ મહુવામાં અને એ કથા કહેતા હુ શ્રોતા બની એની નોંધ-નોટ કરતો. પ્રિન્સિપાલ મહેતા સાહેબ પણ નિયમિત સાંભળવા આવતાં હતા.
 
જેમ વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકોની ભાગવતરૂપી કથા લખી પણ કાને આપવી, પીડા હતી કે આને ફેલાવશે કોઇ? પણ શુકદેવજી જન્મતાની સાથે વૈરાગ્યથી નીકળી ગયેલા પુત્રને શોધવા નીકળે છે. ઝાડ-પાનને એના શિષ્યોને ઉત્તમ શ્લોક સંભળાવવા શિષ્યોને ઉપદેશ આપતાં હતા. અવધૂત શિરોમણિ શુક્લદેવજીના કાને એ શ્લોક પડે છે અને પાછા વળી વ્યાસજીના ચરણે એ શ્રીમદ ભગવત ગીતા શીખે છે-સાંભળે છે, પણ શુકલદેવજીએ પ્રસાર નહીં, પણ સંચાર કર્યો. એમ આ વિભૂતિએ ભાગવદજીનો ઘર-ઘરમાં સંચાર કર્યો છે એને યશ-પ્રતિષ્ઠાની જરૂર નથી. સદીઓ સુધી દુનિયા યાદ કરશે.
 
એ વિધિ-નિષેધના આગ્રહી છતાં મને એની પાસે બેસીને જમવાનો આનંદ મળ્યો, પોતે ન જમતા. એમણે રામકથા માટે મારી હંમેશ તરફેણ કરી. રામાયણ મેદાનમાં લાવવાનું જાણે એમણે મને શીખવ્યું. શુકદેવજીએ કહ્યું છે કે તમે પારાયણ કરો. કથાઓ કરો, જળની, અગ્નિની, સૂર્યની ઉપાસનાઓ કરો પણ વિભૂતિની ચરણરજ વગર ઉદ્ધાર શક્ય નથી. રાજા માટે નરપાલ શબ્દ વપરાય. આવા વિભૂતિ સંત માટે ધર્મપાલ – મહારાજ શબ્દ વપરાય કારણકે માણસ નાશંવત છે, ધર્મ શાશ્વત છે. આ બંન્ને લગભગ એક છતાં અલગ છે.
 
એક પંક્તિ સમજાવતા કહ્યું કે નરપાલ-રાજા માળી, સૂર્ય અને કિસાન જેવો હોય. માળી બગિચામાં વિકાસ પામતા ફૂલ માટે – છોડ માટે વધારે વિકસીત અવરોધ વસ્તુને દૂર કરે. સૂર્ય ખબર ન પડે તેણ સરોવર-નદીમાંથી પાણી શોષી જરૂર હોય ત્યાં વરસાદરૂપે વરસાવે અને ખેડૂત દેખાય નહીં પણ ખરેખર પરસેવાથી છોડ પોષે એમ ધર્મપાલ માળીની જેમ આપણામાં કારણ વગર જે વધી ગયું હોય તેને હટાવે, આપણને ટેકો આપી મૂળ, થડ મજબૂત બનાવે, ચિંતનના જળની જેમ આપણા અંતઃકરણરૂપી ઇંડાને સેવે, સૂર્યની જેમ રામપણ, ભાગવત આદિ અન્ય ગ્રંથમાંથી મૂળ ગ્રંથને નુકશાન ન થાય એમ ખેંચી વ્યાસપીઠ કે અન્ય સ્થળેથી આપણા પર વરસાદની જેમ વરસાવે અને જેમ જમીન પોતે પોતાનો રોટલો નથી ખાતી એમ પાંચ પરોપકારી તત્વો કાઠિવ્ય, સ્વૈચ્છાચાર એટલે ફાવે તેમ નહીં પણ પોતાની સહજતામાં વર્તે. મોક્ષાયુ સ્વયં હતાં. નવી ટીમને વધાઇ સાથે બાપુએ કહ્યું કે કોઇપણ કામ માટે કહેજો. મારી મર્યાદામાં રહી મદદ કરવા હંમેશ આપની સાથે છું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર