મોરારીબાપુએ અમિત શાહની તુલના સરદાર પટેલ સાથે કરી, બોલ્યા આપણા અમિતભાઈ એવા સરસ જવાબ આપે છે કે

સોમવાર, 27 જાન્યુઆરી 2020 (11:11 IST)
મોરારીબાપુએ અમિત શાહની સરદાર સાથે સરખામણી કરી કહ્યું હતું કે, અમિત શાહ નિર્ણય લે ત્યારે સરદારની યાદ આવે છે. બધા સાથે રહીએ, સાથે બોલીએ. બધા રાષ્ટ્ર પોતપોતાના હિતનુ વિચારે જ છે. થોડીક સરદારની યાદ અપાવે તેવા અમિતભાઈ શાહ છે. હિંમત પૂર્વક નિર્ણય લેનારા અમિતભાઈ શાહ.  આ ઉપરાંત મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. મારે કોઈ વ્હાલા કે દવલા પણ નથી. પરંતુ શું બંધારણની મર્યાદામાં સૌના હિત માટે પગલાં ન ઉઠાવાય? રાષ્ટ્રની અંદર કોઈ ગરબડ કરતું હોત તો પગલાં ન લેવાય ? જે સરકાર કામ કરતી હોય તે બંધારણની મર્યાદામાં પગલાં ન લઈ શકે? રાષ્ટ્રને ટુકડે ટુકડાં કરવા મથતી સંસ્થાઓ સામે પગલાં ન લઈ શકાય? 70 વર્ષ પછી એક બે કલમ બદલી ન શકાય ? 
 
રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે યુવરાજ માધાતાસિંહજી જાડેજાનો ભવ્ય રાજતિલક સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રવિવાર બપોર પછી મોરારી બાપુ રાજકોટ રાજવી પેલેસ ખાતે પધાર્યાં હતા. તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે પ્રમાણે મને સરદાર પટેલ જેવું લાગે છે. આપણા અમિતભાઇ. એવા સરસ જવાબ આપે છે કે કોઇ ઐસી કી તૈસી. હા એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. તેણે જે જવાબો આપ્યા છે તે સાંભળવું જ પડશે તમારે. સાંભળવું જ પડેશે  આપણે હિન્દુસ્તાને ચૂંટીને મોકલ્યા છે. મને ગમે આમ આપણે કંઇ કોઇના પક્ષની સાથે કાઇ લેવા દેવા નથી. પક્ષાપક્ષ હોય ત્યાં પરમેશ્વર જ ન હોય આપણે તો પરમેશ્વર માટે નીકળ્યા છીએ. આપણે શું લેવા દેવા, પ્રમાણિક અંતર બધાની સાથે. પણ ગમે એનો ગુલાલ કરવો જોઇએ એવું સાઇ મકરંદ શીખવી ગયા છે કે ગમે તેનો ગુલાલ કરવો જોઈએ .
 
મોરારિ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે. દેશનું હિત થઈ રહ્યું છે. ગમે તે થાય રાષ્ટ્રનું હિત થવું જોઈએ. રાજવીઓ આજે પણ અમને યાદ કરે છે. લોકોમાં દાદા મનોહરસિંહ જાડેજાનું અલગ જ સ્થાન હતું. રાજાશાહી નથી રહી પરંતુ ખાનદાની નથી ગઈ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર