દિવાળીના તહેવાર પછી અમદાવાદ સહિત રાજ્યમાં અચાનક શરૂ થયેલી કોરોના વાયરસની બીજી લહેરના લીધે સતત કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારબાદ સરકારે અમદવાદ શહેરમાં બે દિવસના જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ રાત્રે 9 કલાકથી સવારે છ કલાક સુધી પણ રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. જેની અવધી સાત ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી. હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવું નોટિફિકેશન જાહેર કરીને રાત્રી કર્ફ્યૂ વધારવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અન્ય 3 શહેરમાં કર્ફ્યૂ વધારવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.