રાજ્યમાં હોળી પૂજા વિધિ અને પ્રગટાવી શકાય પણ ધુળેટી કાર્યક્રમ રદ્દ

રવિવાર, 21 માર્ચ 2021 (15:16 IST)
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યું છે જે આંકડાઓ ડરાવનાર છે. તેથી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના (Holi)  કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના (Holi Ban) કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. 
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અત્યારે કેટલાક શહેરોમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રેઇન જોવા મળી રહ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી સાથેની કોરગ્રુપની મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે. ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર