નીતિન પટેલ ડેપ્યુટી CM ને અન્ય બે દિગ્ગજ નેતા પર ખેડૂતો દ્વારા માનહાનીનો દાવો કરવા નોટિસ ફટકારવામાં આવતા દેશની રાજનીતિ માં ખળભળાટ મચી ગયો છે. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, યુનિયન મિનિસ્ટર ગિરિરાજ સિંહ, રામ માધવનો સમાવેશ થાય છે.
ભારતના ખેડૂતો જયારે 42 દિવસ થી સિંધુ-દિલ્હી બોર્ડર પર કાળા કાનૂન ને પરત લેવા "શહીદ ક્રાંતિ "કરી રહ્યા છે જે "શાંતિ પૂર્ણ આંદોલન,સંઘર્ષ માં દેશના ખેડૂતોએ દેશ ખેડૂતને બચાવી લેવા સમર્થનો જાહેર કર્યા છે "54" થી વધુ ખેડૂતો શહીદ થયા છે અને પોતાનો દમ તોડ્યો છે.
જલંધરના રમણીક સીંઘ રંધાવા દ્વારા ગુજરાતના નાયબ ચીફ મિનિસ્ટરને ખેડૂતોને "એન્ટી નેશનલ એલીમેન્ટ્સ"દ્વારા ખેડૂત આંદોલનમાં ફંડિંગ કરાઈ રહ્યું છે બોલવા સહીત, આતંકવાદી છે, ખાકીસ્તાની છે,જાતિ વાદી અને પ્રો ચાઇનાના લોકો આમાં સામીલ છે,તેમને કહયું કે મેં જોયું છે કે ખેડૂતોને પીઝા અને પકોડા મફતમાં મળે છે.