નીતિન પટેલે આપી રાજ્યના સરકારી કર્મચારીઓને આપી મોટી ભેટ, 3 મહિનાનુ મોંઘવારી ભથ્થુ ચુકવાશે

શુક્રવાર, 6 નવેમ્બર 2020 (17:49 IST)
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારી કર્મચારીઓને દિવાળીની ખુબ જ મોટી ભેટ આપી હતી.  રાજ્યના સરકારી કર્મચારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. વર્ગ 4ના 30 હજાર કર્મચારીઓને રૂ. 3500 લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાશે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ચૂકવાતા રાજ્યની તિજોરી પર રૂ 464 કરોડનો બોજ પડશે.
 
રાજ્યમાં કોરોનાના કારણે સરકારની આવક ઘટી ગઈ છે. કોરોનાના કારણે અનેક કામો અટવાઈ ગયા હતા. એટલું જ નહીં રાજ્યના કર્મચારીઓને છેલ્લા 6 મહિનાનું મોંઘવારી ભથ્થું પણ ચૂકવી શકાયું ન હતું. સરકારી કર્મચારીઓનું સ્થગિત કરેલ મોંઘવારી ભથ્થુ સરકાર ચુકવશે અને 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ ચૂકવાશે. હવે દિવાળી પહેલા વર્ગ4ના કર્મચારીઓને રૂ.3500 લેખે મોંઘવારી ભથ્થુ આપી દેવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર