જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૨૬,૯૦૭ ગ્રાહકોને અને ૨૦૨૨માં કુલ ૨૮,૭૫૫ ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં ૫૫,૬૬૨ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે.
વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.