મળતી માહિતી મુજબ મોરબીમાં વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં જમણવાર પછી અનેક લોકોની તબિયત લથડી હતી. ઝિયારત અને લોબાનના સામાજિક પ્રસંગમાં આ ઘટના બની છે. ફૂડ પોઇઝનિંગ થતા જ તમામને તાત્કાલીક ધોરણે ખીજડીયા ગામના PHC સેન્ટરમાં 7 લોકો સારવાર હેઠળ ખસેડવામા આવ્યા હતા