11 લાખ રૂદ્રાક્ષનું 35 ફૂટ ઊંચું શિવલિંગ

શુક્રવાર, 8 માર્ચ 2024 (17:48 IST)
social media
 
 
મહાશિવરાત્રિના (Mahashivratri) પર્વને ગુજરાત સહિત દેશભરમાં ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે . સુરત શહેરના ગોડાદરા ના આસ્તિક ગ્રાઉન્ડ વિસ્તારમાં 35 ફૂટ ઊંચું અને સવા અગિયાર લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગના નિર્માણ માટે નેપાળથી 11 લાખ રૂદ્રાક્ષ મંગાવવામાં આવ્યા છે. 
 
સતત ત્રણ દિવસ સુધી શિવભક્તોને દર્શન માટે મૂકવામાં આવ્યું છે. મહાશિવરાત્રીને લઈને દક્ષિણ ગુજરાતનું આ સૌથી મોટું રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગના નિર્માણ માટે નેપાળથી 11 લાખ રૂદ્રાક્ષ મંગાવવામાં આવ્યા છે. સુરતમાં જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર 35 ફૂટ ઊંચું રૂદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર