અકસ્માત ગત રાત્રે કિમ-માંડવી રોડ પર પાલોડગામ પાસે સર્જાયો હતો. ફૂટપાથ સૂતા પરિવાર પર ટ્રક ચઢી ગયો હતો. 15 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમિયાન વધુ એક ઇજાગ્રસ્તનું મોત થયું છે. પોલીસે ટ્રક ડ્રાઇવર ક્લીનરની ધરપકડ કરી લીધી છે.
મૃતકોમાં સામેલ રાકેશ રૂપચંદ અકસ્માતની જગ્યાએથી થોડે દૂર એક દુકાનમાં કામ કરતો હતો. તે દરરોજ દુકાન પાસે કેબિનમાં સુતો હતો, પરંતુ સોમવારે કેબિનમાં સુવાના બદલે મજૂરો સાથે ફૂટપાથ પર જ સુઇ ગયો હતો અને ટ્રકની ચપેટમાં આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. ટ્રકની ટક્કર વાગતાં 4-5 દુકાનોના શેડ તૂટી ગયા હતા.
આ અકસ્માત વિશે સુરત ગ્રામ્યના ડીવાયએસપી સીએમ જાડેજાએ જણાવ્યું કે, અકસ્માતમાં એક બાળકનું મોત નિપજ્યું છે. પરંતુ સૂઈ રહેલી બે બાળકીઓ સહી સલામત જીવિત બચી ગઈ છે. પરંતુ જ્યાં બંને બાળકીઓનો જીવ બચી ગયો, પરંતુ બંને નાની બાળકીના માથા પરથી માતા-પિતાનો છાંયો ગુમાવી ચૂકી છે. મોટી બહેન પણ પોતે મા હોય એમ જ તેની નાની બહેનને ખોળામાં સૂવડાવી દૂધ પીવડાવી રહી હતી