ગુજરાતની જનતા ચેતે પોલીસના સ્વાંગમાં તરખાટ મચાવતી ઈરાની ગેંગ સક્રિય

બુધવાર, 14 મે 2014 (13:07 IST)
નકલી  પોલીસ બની લૂંટ મચાવનાર ઈરાની ગેંગ ફરીથી સક્રિય થઈ હોય તેના પુરાવા તાજેતરમાં મળી આવ્યા છે. આ અગાઉ પણ નકલી પોલીસે અસલી પોલીસની નાકમાં દમ લાવી દીધો હતો. જ્યારે એક પછી એક લૂંટને અંજામ આપી નકલી પોલીસ ધોળા દિવસે પલાયન થઈ જઈ હતી તે પ્રકારના કિસ્સા તાજેતરમાં બની રહ્યાં છે. 
 
ઈરાની ગેંગ માત્ર અમદાવાદમાં સક્રિય છે તે કહેવું પણ પૂરતૂં નથી.આ ગેંગ સહિત અનેક રાજ્યોમાં સક્રિય હોઈ શકે છે. આ ગેંગના નિશાને ગુજરાતના શહેરો હોય છે.આ ગેંગના નિશાને વૃદ્ધ લોકો હોય છે. 
 
શહેરના પોશ સીજી રોડ પર મંગળવારે સાંજે 6વાગ્યે એક નોકરી કરતાં યુવાનને ડુપ્લિકેટ પોલીસે રોકી તેની તલાશી લીધી હતી. તેને પોલીસના નામે ચેક કરી તેની તેની થેલીમાં રાખેલા ૪ લાખમાંથી ૨ લાખ રૂપિયા પડાવી લઈ બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સાંજના સમયે ચેંકીંગમાં ડુપ્લિકેટ પોલીસ કે તસ્કોરેને પકડી શકતી નથી. 
 
શહેરના ગોળલીમડા વિસ્તારમાં રહેતો વિજય જયંતીભાઈ રાણા (ઉ.૨૭)ને મંગળવારે સાંજે  સીજી રોડ પરથી પસાર થતા ત્યારે બે શખ્સો પલ્સર બાઈક પર આવ્યા  અને પોલીસની ઓળખ આપી  તલાશી લીધી અને તેની  થેલીમાં રાખેલા ૪ લાખમાંથી ૨ લાખ રૂપિયા પડાવી લઈ બાઈક પર ફરાર થઈ ગયા હતા.બીજો એક મામલો એક તબીબ વૃદ્ધાના દાગીના પડાવી લીધા હતા. જેમાં ત્રણ શખ્સોએ રાહદારી મહિલાને કહ્યું હતું કે તમારા ઘરેણા આ થેલીમાં મૂકી દો આગળ લૂટફાંટ થાય છે. જેને લઈને મહિલાએ ઘરણા નકલી પોલીસને બે પાટ્લા અને ચેઈન આપી દીધી . 
 
નોંધનીય છેકે આ ઉપરાંત ગત રોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 કલાકમા6 નકલી પોલીસે બે ઠેકાણે લૂંટ ચલાવી હતી. 
 
ઈરાની ગેંગ 
 
ઈરાની ગેંગ માત્ર ગુજરાતના શહેરો નહી મધ્યપ્રદેશ,કર્ણાટક,તમિલનાડુ ,પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં સક્રિય છે. ભીંવડીથી કાર બાઈકો લઈને આઠથી નવ લૂંટારૂઓ નીકલી પડે છે. છ રાજ્યમાંથી કોઈ એક રાજ્યમાં રુટ નિશ્ચિત કરી નીકળી પડતી. આ ગેંગ શહેરમાં વૃધ્ધાઓ અને સીનિયર સેટીઝનોના દાગીના લૂંટી લેવાની ઓપરેંડી ધરાવે છે. 
 
વર્ષ 2011માં જૂન મહિનામાં એક ઈરાની ગેંગ પકડાઈ હતી. તે અસલી પોલીસને હાથે ચઢી તે પહેલા જ અંદાજે સવાસો જેટલા વૃધ્ધાઓના દાગીના લૂંટાઈ ગયા હતા. 

વેબદુનિયા પર વાંચો