બ્રિટન 4 ઓક્ટોબરથી આ નિયમોમાં ફેરફાર કરશે
બ્રિટને એલાન કર્યું છે કે 4 ઓક્ટોબરથી હવે ફક્ત તેનું રેડ લિસ્ટ રહેશે એટલે કે તમામ યાદીને ભેળવી દેવામાં આવશે. આ યાદીમાં રહેલા લોકોને પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. જે રેડ લિસ્ટમાં નહીં હોય તેઓ માટેના નિયમો રસીકરણ સ્ટેટસ પર નિર્ભર કરશે છે. બ્રિટને જે રસીને માન્યતા આપી છે તેમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોનેટેક, મોર્ડના અથવા જોનસન એન્ડ જોનસનની રસી સામેલ છે. ભારતમાં મોટાભાગે લોકોએ કોવિશીલ્ડ રસી લીધી છે. આ બ્રિટનના એસ્ટ્રાજેનેકા રસીનું જ ભારતીય વર્ઝન છે. આને સીરમે બનાવી છે. તેમ છતાં ભારતને આ યાદીથી બહાર રાખવું ભેદભાવ પૂર્ણ મનાઈ રહ્યું