RCB vs KKR IPL 2021 Live Streaming: આરસીબી vs કેકેઆર વચ્ચે મુકાબલો, જાણો ક્યારે અને ક્યા જોશો મેચ
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (16:15 IST)
આઈપીએલ (IPL 2021) ના બીજા ચરણનો બીજો મુકાબલો સોમવારે રોયલ ચેલેંજર્સ બેંગલોર અને નાઈટ રાઈડર્સ (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) વચ્ચે રમાશે. પહેલા ચરણમાં પોતાના ઓલરાઉંડ પ્રદર્શનના દમ પર 7માંથી 5 મેચ જીતનારી આરસીબી (RCB) પોતાની લય કાયમ રાખવા ઉતરશે. બીજી બાજુ 2 વારની ચેમ્પિયન કેકેઆર(KKR)નવેસરથી શરૂઆત કરીને ભાગ્ય બદલવાની કોશિશ કરશે.
વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી ટીમ આરસીબી આઠ ટીમોના પોઈંટ ટેબલમાં 10 અંક સાથે ત્રીજા સ્થાન પર છે. જ્યારે કે 2012 અને 2014ની ચેમ્પિયન કેકેઆરએ પહેલા ચરણમાં સાત મેચોમાં ફક્ત બે જીત નોંધાવી અને 7માં સ્થાન પર છે.
આઈપીએલ મેચ કેટલા વાગે થશે શરૂ ?
IPL 2021 ની 31 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે
IPL 2021 ની મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.
આઈપીએલ મેચોનું લાઈવ પ્રસારણ ક્યાં જોઈ શકાશે ?
આઇપીએલ 2021 મેચોનું લાઇવ પ્રસારણ હોટસ્ટાર પર જોઇ શકાય છે. આ સાથે, તમે લાઇવ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ https://gujarati.webdunia.com જોઈ શકો છો.
શું Jio તેના ગ્રાહકોને IPL ની મેચો જોવાની સુવિધા આપશે?
રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને IPL ની મેચો જોવાની સુવિધા આપશે. તેના પોસ્ટ-પેઇડ અને પ્રી-પેઇડ ગ્રાહકોને આ સુવિધા મળશે. Jio ની તમામ પોસ્ટ પેઇડ યોજનાઓમાં, Jio ના ગ્રાહકોને IPL ની મેચ મફતમાં જોવા મળશે. દર્શકો Jio ટીવી પર પણ મેચ જોઈ શકે છે.