દેશના ઘણા રાજ્યોમાં વીજળીનુ સંકટ(Power Crisis) તોળાતુ જઈ રહ્યુ છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, દિલ્હી અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કોલસાની અછતનો મુદ્દો ઉઠાવ્યા બાદ કેન્દ્ર સરકાર વીજ ઉત્પાદન પર ભાર મૂકે છે. દરમિયાન, સોમવારે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ગૃહ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી
સ્થિતિ જલ્દી સુધરવાની શક્યતા
આ પહેલા કોલસાના સ્ટોકની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમે શનિવારે કહ્યું હતું કે પાવર પ્લાન્ટ્સમાં પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરે તેવી શક્યતા છે. અનેક રાજયોમાં કોલસાની ભારી કમીના સમાચાર વચ્ચે સમિતિએ પરિસ્થિતિની સમીક્ષા કરી. નોંધવામાં આવ્યું હતું કે કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) દ્વારા કુલ કોલસાનું ડિસ્પેચ 7 ઓક્ટોબરના રોજ 1.501 MT પર પહોંચી ગયું હતું., જેનાથી વપરાશ અને વાસ્તવિક પુરવઠા વચ્ચેનું અંતર ઘટ્યું. કોર મેનેજમેન્ટ ટીમ (CMT) એ ખાતરી આપી છે કે કોલસાની રવાનગી ત્રણ દિવસ પછી 1.7 MT પ્રતિ દિવસ સુધી પહોંચવાની શક્યતા છે, જે કોલસા પુરવઠા અને વીજળીની સ્થિતિમાં સુધારો કરશે.