નશામાં હતો ટ્રક ડ્રાઈવર
પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલો પૂણે જિલ્લાના ઈન્દાપુર તાલુકામાંથી સામે આવ્યો છે, જ્યાં ટ્રક ડ્રાઈવર હાઈવેની બાજુમાં આવેલી ગોકુલ નામની રેસ્ટોરન્ટમાં ભોજન લેવા આવ્યો હતો. ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં હતો, તેથી હોટલના મેનેજરે તેને ભોજન પીરસવાની ના પાડી. આ પછી ટ્રક ડ્રાઈવર ગુસ્સે થઈ ગયો અને પોતાની ટ્રકમાં બેસી ગયો. આ પછી, તેણે ટ્રક ચાલુ કરી અને પછી કંઈપણ વિચાર્યા વિના, તેણે તેજ ગતિએ તેની ટ્રક દ્વારા હોટલને ટક્કર મારી.
હોટલ બહાર ઉભેલી ગાડીઓને મારી ટક્કર
તે ઘણીવાર સુધી હોટલની બહાર પોતાની ટ્રક દોડાવતો રહ્યો. એટલુ જ નહી ગુસ્સામાં ટ્રક ડ્રાઈવરે હોટલની બહાર ઉભેલી ગ્રાહકોની ગાડીઓને પણ ટક્કર મારી. અચાનક બનેલી આ ઘટના દરમિયાન હોટલમાં આવેલા ગ્રાહકો અને હોટેલ સ્ટાફ સમજી શક્યા ન હતા કે શું થઈ રહ્યું છે. આ દરમિયાન કેટલાક લોકોએ ટ્રક પર પથ્થરમારો કરીને તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. તમામ હંગામા બાદ નશામાં ધૂત ટ્રક ચાલકે પોતાની કાર રોકી અને હોટલ સ્ટાફને ગાળો ભાંડવા લાગ્યો. આ સમગ્ર ઘટનાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નશામાં ધૂત ટ્રક ચાલકને કસ્ટડીમાં લીધો હતો. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે.