ચીનમાં ફેલાયેલ HMPV વાયરસથી ભારતમાં દહેશત, 7 કેસ સામે આવ્યા, જાણો કોણે રહેશે વધુ ખતરો ?

મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (11:49 IST)
ભારતમાં ચીનના ખતરનાક એચએમપીવી વાયરસની એંટ્રી થઈ ગઈ છે. જેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ મોડમાં આવી ગયુ છે. યૂપીના સીએમ યોગી આદિત્યનાથે એચએમપીવી વાયરસને લઈને આજે  બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે યૂપીના પ્રયાગરાજમાં આ મહિને મહાકુંભ મેળો લાગી રહ્યો છે, જેમા કરોડો લોકો ભેગા થશે. 
 
નવી દિલ્હી. ચીનમાં ફેલાયેલ કોરોના જેવા વાયરસ હ્યૂમન મેતાન્યૂમોવાયરસ (HMPV) ની ભારતમાં એંટ્રી થઈ ગઈ છે.  જેનાથી લોકો ગભરાય  ગયા છે. લોકોની અંદર કોરોના વાયરસ સંક્રમનની ખરાબ યાદો તાજી કરી દેવામાં આવી છે.  ભારતમાં અતુયાર સુધી 7 લોકોના કેસ સામે આવી ચુક્યા છે. તેમાથી 2 મામલા કર્ણાટક ના સામે આવ્યા છે. જેમા એક ત્રણ મહિનાની બાળકી અને એક 8 મહિનાનો બાળક છે. બે કેસ તમિલનાડુમાં, 2 કેસ મહારાષ્ટ્રના નાગપુરમાં અને અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં એચએમપીવી વાયરસ જોવા મળ્યો છે. આ બાળક્કેવી રીતે એચએમપીવી વાયરસના સંપર્કમાં આવ્યો, એ હાલ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.  ભારતે એચએમપીવી વાયરસનો સામનો કરવા માટે તૈયારીઓ કરી લીધી છે.  રાજ્ય સરકારે પણ પોતાના સ્તર પર તૈયારીઓ કરી રહી છે. દિલ્હી સર કારે એડવાઈઝ રજુ કરી છે તો બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બેઠક બોલાવી છે.  
 
નાગપુરમાં પણ બાળક સંક્રમિત 
મહારાષ્ટ્રમાં પણ એચએમપીવી વાયરસે દસ્તક આપી છે. નાગપુરમાં એચએમપીવી વાયરસના 2 દર્દી મળ્યા છે. અહી પણ બાળકો જ આ વાયરસના ચપેટમાં આવ્યા છે. બે બાળકોની રિપોર્ટ એચએમપીવી પોઝિટિવ આવી છે. 3 જાન્યુઆરીના રોજ ખાનગી હોસ્પિટલમાં સાત વર્ષના બાળક અને 13 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ બંને બાળકોને ખાંસી અને તાવ હતો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર