જનરેશન બીટાને એવી પેઢી તરીકે ઓળખવામાં આવી છે જે સંપૂર્ણ રીતે ટેક્નોલોજી અને ડિજિટલ સગવડોની આસપાસ વિકસશે. આ બાળકોનો ઉછેર એવી દુનિયામાં થશે જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) જેવી આધુનિક તકનીકો તેમના શિક્ષણ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ હશે.