મમતાના મેગા શો પછી બંગાળમાં અમિત શાહનુ શક્તિ પ્રદર્શન, જાણો છુ છે BJPની લુક ઈસ્ટ રણનીતિ ?

મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (10:32 IST)
કલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉંડમાં વિપક્ષનુ શક્તિ પ્રદર્શન પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તૃણમૂલ કોંગ્રેસની મુખિયા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢમાં હાજરી આપવા જઈ રહ્યા છે. છેલ્લા થોડાક સમયથી બીજેપી પશ્ચિમ બંગાળમાં ખૂબ જ આક્રમક રહી છે અને ખુદને મુખ્ય વિપક્ષી દળના રૂપમાં રાજ્યમાં સ્થાપિત પણ કર્યુ છે.  ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપીઈ પોતાની જીત ચોક્કસ કરવા માટે યોજના બનાવી છે. જેમા દેશના પૂર્વી ભાગના રાજ્યોની મહત્વની ભૂમિકા છે. રાજનીતિક વિમર્શોમાં બીજેપીના આ અભિયાનને લુક ઈસ્ટ રણનીતિક કહેવામાં આવી રહી છે. 
 
મંગળવારે માલદામાં થનાર અમિત શાહની રેલીને મમતા બેનર્જી અને મહાગઠબંધનના મોર્ચાબંદી વિરુદ્ધ શક્તિ પ્રદર્શનન રૂપમાં જોવામાં આવી રહ્યું છે. અમિત શાહની આ રેલી પહેલા તેની અનુમતિને લઇને બીજેપી અને મમતા સરકારમાં ઘણો વાદ-વિવાદ થઇ ચૂક્યો છે, એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે શાહની સભામાં પણ તેની અસર જરૂર જોવા મળશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં બીજેપીના આ મોટા કાર્યક્રમો માટે રાજ્ય એકમોમાં પણ પુરી તાકાતથી તૈયારીઓને લાગેલી છે.
 
ઉલ્લેખનીય છે કે  મંગળવારે થનારી  આ રેલી પહેલા પશ્ચિમ બંગાળની સરકારે અમિત શાહના માલદા એરપોર્ટ પર હેલીકોપ્ટર લેન્ડિંગની અનુમતિ આપવાની ઇનકાર કરી દીધો હતો. એરપોર્ટ પર નિર્માણ કાર્ય જાહેર થવાની વાત કહેતા માલદા જિલ્લા પ્રશાસને અહીં હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી આપી નહોતી. આ વચ્ચે જ્યારે બીજેપીએ આ નિર્ણયને રાજનૈતિક કાવતરું ગણાવ્યું તો મમતા સરકારે માલદામાં એક ખાનગી હોટેલની પાસે શાહનું હેલિકોપ્ટર ઉતારવાની અનુમતિ આપી હતી.
 
સરકારે આ નિર્ણય બાદ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, અમે કોઇ પણ પ્રકારની અનુમતિ આપવાનો ઇનકાર કર્યો નહોતો, પરંતુ બીજેપી અધ્યક્ષની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પોલીસે તેમને માત્ર સ્થળ બદલવા માટે કહ્યું હશે. મમતાએ વધુમાં કહ્યું કે, મને પોતાને પણ ક્યારેક ક્યારેક પોલીસ પાસેથી આવા નિર્દેશ મળે છે, પરંતુ તે લોકતંત્ર પર ભરોસો કરે છે અને તેના કારણે રેલીની અનુમતિ પણ આપવામાં આવી છે.  આ અગાઉ પશ્ચિમ બંગાળમાં શાહનો પ્રચાર અભિયાન પહેલા 20 જાન્યુઆરીથી શરૂ થવાનો હતો, પરંતુ તેમને સ્વાઇન ફ્લૂ થઇ જવાના આ કાર્યક્રમ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં અમિત શાહને એમ્સમાંથી રજા મળ્યા બાદ 22 જાન્યુઆરીએ માલદામાં સભા માટે પશ્ચિમ બંગાળ સરકારને અરજી મોકલવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર