AAm AAdmi Party- કેજરીવાલે દિલ્હીની તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા બાદ કહ્યું હતું કે ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન કોઈ ટીમ.

રવિવાર, 15 ડિસેમ્બર 2024 (17:26 IST)
આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે પોતાની ચોથી અને અંતિમ યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ પાર્ટીએ પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે.
 
દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ફરીથી નવી દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે.
 
જ્યારે કાલકાજીથી હાલનાં મુખ્ય મંત્રી આતિશીને ચૂંટણીમેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.
 
આ યાદીમાં કુલ 38 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.
 
દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દર જૈન શકૂરબસ્તીથી, સોમનાથ ભારતી માલવીયનગરથી, સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાસથી જ્યારે ગોપાલ રાય બાબરપુરથી ચૂંટણી લડશે.
 
ચોથી યાદી જાહેર કર્યા બાદ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવાર જાહેર કરી દીધા છે. પાર્ટી સંપૂર્ણ આત્મવિશ્વાસ અને તૈયારી સાથે ચૂંટણી લડી રહી છે. જ્યારે ભાજપ ગાયબ છે. તેમની પાસે મુખ્ય મંત્રીપદનો ચહેરો નથી, કોઈ ટીમ નથી, કોઈ પ્લાનિંગ નથી અને દિલ્હી માટેનું વિઝન પણ નથી."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર