પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પુલવામાં આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે. પુલવામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી પ્રશિક્ષણ શિબિર પર હવાઈ હુમલો કર્યો હતો. આ અભિયાનમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.