પાકિસ્તાનમાં ફરી મંદિર પર હુમલો જન્માષ્ટમીના દિવસે ભીડએ તોડી ભગવાન કૃષ્ણની મૂર્તિ

મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (08:15 IST)
પાકિસ્તાબમાં અલ્પસંખ્યક હિંદુ સમૂહે સોમવારે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ પૂર્ણ હર્ષોલ્લાસની સાથે ઉજવાઈ રહ્યુ હતું. ત્યારે સિંધ પ્રાંતના સંઘાર જિલ્લામાં ઉપદ્રવી ભીડએ એક હિંદુ મંદિરમાં તોડફોટ કરી અને ભગવાન કૃષ્ણની મૂર્તિ તોડી નાખી. પાકિસ્તાનનની નેશનલ અસેંબલીના સભ્ય લાલ મલ્હીએ ટ્વીટ કરી મંદિરને અપવિત્ર કરવાની અને મૂર્તિ તોડવાની કડક નિંદા કરી .
 
માનવાધિકાર મંત્રી શિરીન મઝારીને ટેગ કરીને તેમણે ટ્વિટ કર્યું, 'ખિપ્રો-સિંધમાં મંદિરની અપવિત્રતા અને ભગવાન કૃષ્ણની મૂર્તિ તોડવાની સખત નિંદા કરીએ છીએ. કાયદાના અમલીકરણ
 
લોકોએ મંદિરો અને દેવતાઓ પર વારંવાર થતા હુમલાને રોકવા માટે ઝડપથી કાર્ય કરવું જોઈએ. '
 
પાકિસ્તાની કાર્યકર્તા રાહત ઓસ્ટિને ટ્વિટ કર્યું હતું કે, 'જ્યારે લોકો કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે હિન્દુ દેવી -દેવતાઓનું અપમાન કરવા માટે ખિપ્રો સંઘરમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
 
પાકિસ્તાનમાં, ઇસ્લામ વિરુદ્ધ નિંદાનો ખોટો આરોપ પણ મોબ લિંચિંગ અથવા મૃત્યુ તરફ દોરી જાય છે પરંતુ બિન-મુસ્લિમ દેવો અને દેવીઓ સામેના ગુના માટે કોઈ સજા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર