આ પક્ષની સાથે જ ભાજપના બળવાખોર નેતા યશવંત સિન્હા, શત્રુઘ્ન સિન્હા, અને અરૂણ શૌરી પણ મંચ શેર કરવા માટે કોલકત્તા પહોંચી ગયા છે. જો કે ઓરિસ્સા અને તેલંગાણામાં સત્તારૂઢ બીજુ જનતા દળ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એ આ રેલીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. નોન એનડીએમાં માત્ર આ બે પક્ષ છે, જેમણે કોલકત્તા આવાની સહમતિ વ્યકત કરી નથી. જ્યારે લેફ્ટ ફ્રન્ટે આ રેલીથી પોતાને દૂર કર્યા છે.
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ આ રેલીમાં સામેલ થવાના નથી. તેમણે મલ્લિકાર્જુન ખડગે તથા અભિષેક મનુ સિંઘવીને કોલકત્તા મોકલવાનો નિર્ણય લીધો છે. ક્ષેત્રીય પક્ષોને એકત્ર કરી રેલીનું આયોજન કરી રહેલા તૃણમૂલ કૉંગ્રેસે કહ્યું કે ક્ષેત્રીય રાજકીય મજબૂરીઓને આ પ્રસ્તાવિત રેલી સાથે જોડાયેલા મોટા રાજકીય ઉદ્દેશ્યોને એકત્ર કરવા જોઇએ નહીં.