શેર બજારે કર્યુ મોદીનુ વેલકમ, સેંસેક્સ 40 હજારને પાર

શુક્રવાર, 31 મે 2019 (10:34 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળની શપથ લીધા પછી શુક્રવારે વેપારના અંતિમ દિવસે શેયર બજાર લીલા નિશાન પર ખુલ્યુ. મુંબઈ શેયર બજારનો સેંસેક્સ 250 અંકથી વધુની બઢત સાથે 40,103.88 પર ખુલ્યો .  સવારે બજાર ખુલતા જ આ 140 અંક પર હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરૂવારે સેંસેક્સ 330 અંકની છલાંગ સાથે નવા રેકોર્ડ સ્તર પર પહોંચીને બંધ થયો. રિલાયંસ ઈંડ્સ્ટ્રીઝ, એચડીએફસી અને ટીસીએસ જેવી મોટી કંપનીઓના શેયરમાં બઢતથી બજારમાં ઉછાળો આવ્યો. 
 
સેંસેક્સની કંપનીઓમં એનટીપીસી 3.44 ટકા લાભમાં રહ્યો. ભારતી એયરટેલ, બજાજ ફાઈનેંસ, ટીસીએસ, એચડીએફસી બેંક, યસ બેંક  અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝમાં પણ 2.33 ટકાનો વધારો થયો. શેયરખાન બાય બીએનપી પરિબાના પ્રમુખ હેમાંગ જાનીએ કહ્યુ "વાયદા અને વિકલ્પ ખંડમા નિપટાનના દિવસે શેર બજાર સકારાત્મક રૂખ સાથે બંધ થયુ. નિકટ ભવિષ્યમાં ચોથી  ત્રિમાસિકના જીડીપી, બુનિયાદી માખખા ક્ષેત્રના એપ્રિલ વિદેશી મુદ્રા ભંડાર અને વાહન વેચાનના મહત્વપૂર્ણ આંકડા આવ્યા છે. 6 જૂનના રોજ રિઝર્વ બેંકની મૌદ્રિક સમીક્ષા બેઠક પણ છે. વિશ્લેષકોએ કહ્યુ કે વૈશ્વિક મોરચા પર અમેરિકા-ચીન વેપાર વિવાદ, કાચા તેલના ભાવ બજારનુ વલણ નક્કી કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર