અડધી રાત્રે ધાર્મિક સ્થળો દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી, હજારો પોલીસની હાજરી, 14ની અટકાયત

શનિવાર, 22 ઑક્ટોબર 2022 (13:05 IST)
રાજ્યમાં એકતરફ તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે સુરત સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા એક ડિમોલિશનની એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે રિંગ રોડ પર સહારા દરવાજા પાસે રોડની વચ્ચે આવેલા કાલભૈરવ માતાના મંદિર અને દરગાહનું ડિમોશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે પોલીસે સુરક્ષાના ધોરણે રીંગ રોડ પર બંને ધાર્મિક સ્થળોની આજુબાજુના 500 મીટરનો માર્ગ બેરીકેટિંગ કરી બંધ કરી દીધો હતો.
 
આ કાર્યવાહી દરમિયાન સ્થાનીક રહિશોએ વિરોધ નોંધાવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેથી 14 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી. અત્રે નોંધનીય છે કે આ અગાઉ ધાર્મિક સ્થળ રોડ વચ્ચે હોવાથી નડતર બનવા હોવાથી અગાઉ પણ કાર્યવાહીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 
 
જોકે લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી કામગીરી થઇ શકી ન હતી. આ સ્થળ પર બંને ધાર્મિક સ્થળોને કોર્ડન કરી સામાન ઉતારવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની માહિતી વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર