1 વર્ષ 30 દેશ - મોદીએ એક વર્ષમાં શુ મેળવ્યુ અને શુ ગુમાવ્યુ...

બુધવાર, 20 મે 2015 (12:59 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના એક વર્ષના કાર્યકાળમાં બહારની દુનિયા સાથે સંબંધોને લઈને ખૂબ ચર્ચા એકત્ર કરી છે. સરકારના વિદેશ મંત્રાલય ભલે સુષમા સ્વરાજના હાથમાં હોય પણ આ દરમિયાન બહારની દુનિયાના દરેક મંચ પર મોદી જ છવાયેલા જોવા મળ્યા. પીએમ મોદીએ આ દરમિયાન 16 વિદેશ યાત્રાઓમાં 30 દેશોનું ભ્રમણ કર્યુ. 
 
પડોશીઓની સાથે સાથે દુનિયાના દેશો અને બ્રિક્સ, સાર્ક અને જી-20 જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર ખુદ મોદીએ દમદાર રીતે અમેરિકી રાષ્ટ્ર્પતિની મેજબાની કરવા અને વીતેલા દિવસોમાં ફ્રાંસની યાત્રા દરમિયાન 36 રાફેલ લડાકૂ વિમાનોની ખરીદીની જાહેરાત કરી મોદીએ એ બતાવી દીધુ કે તેમની સરકારની વિદેશ નીતિ પરંપરાથી અલગ છે. 
 
મોદીએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે પડોશી દેશ ભૂટાનને પસંદ કર્યો. અને કાર્યભાર સંભાળવાના થોડા સમય પછી જ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગએ અમદાવાદની મેજબાની કરી.  આ દરમિયાન અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની યાત્રા દરમિયાન મોદીએ ખૂબ પ્રશંસા મેળવી.  પણ આ ઝાકળમાળ વચ્ચે કૂટનિતિના માહિતગાર તેમના એક વર્ષના સમયની સમીક્ષા પણ કરી રહ્યા છે. મોદીની વિદેશી યાત્રાઓનો હેતુ ભારતમાં વધુમાં વધુ વિદેશી રોકાણ લાવવાનુ હતુ. 

વધુ આગળ 
 
 

ભારત પ્રત્યે ચીનનું વલણ આજે પણ આક્રમક 
 
ચીની રાષ્ટ્રપતિએ પોતાની યાત્રા દરમિયાન દેશમાં 20 અરબ ડોલરના રોકાણની વાત કરી હતી. બીજી બાનુ મોદીની ટોકિયો યાત્રા દરમિયાન વિવિધ પરિયોજનાઓ માટે 35 અરબ ડૉલર આપવાની વાત કરી. માહિતગારોનું કહેવુ છે કે મોદીની કોશિશ છતા ભારત પ્રત્યે ચીનનું વલણ આજે પણ આક્રમક છે. 
 
ચીનના આર્થિક વિકાસથી ખૂબ પ્રભાવિત થઈને ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન મોદીએ ત્યાની પાંચ વાર યાત્રા કરી હતી. પણ ટૂંકમાં ભારત અને ચીનનો સંબંધ સપાટ નથી. 
 
મોદીએ તાજેતરમાં જ ચીનની યાત્રા કરી છે. મોદીને ચીન સાથે મોટુ વેપાર અસમાનતા અને સીમા વિવાદ જેવા જટિલ મુદ્દા ઉઠાવ્યા. પણ જે રીતે ચીની રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની યાત્રા કરી. તેમણે ત્યાની યાત્રાને ભાઈના ઘરે જવુ કહ્યુ અને પાકમાં 46 અરબ ડોલર રોકાણની વાત કરી.. જે ભારત પ્રત્યે ચીનની ઈમાનદારી પર સવાલ ઉઠાવે છે. 

વધુ આગળ 
 
 

જાપાની રોકાણ રસ્તો સુગમ નથી થઈ શક્યો 
જ્યા સુધી જાપના સાથે સંબંધોની વાત છે તો એ સાચુ છે કે મોદીની જાપાની પીએમ શિંજો અબે સાથે સારી મૈત્રી છે પણ તેમના તમામ પ્રયત્નો છતા દેશમાં જાપાની રોકાણનો રસ્તો સુગમ નથી થઈ શક્યો. 
 
ગયા મહિને મોદી-શિંજો વાર્તામાં બનેલ સહમતીની જમીની હકીકત જાણવા આવેલ જાપાનના વેપાર, અર્થવ્યવસ્થા અને ઉદ્યોગ મામલાના મંત્રી યોઈચી મિયાજાવાએ સ્પષ્ટ કરી દીધુ કે અત્યાર સુધી તેમના દેશની ચિંતાઓનો હલ નથી કરવામાં આવ્યો. 
 
આ તમામ હાઈપ્રોફાઈલ યાત્રા પર નજર રાખનારા એક વરિષ્ઠ રાજનાયકનુ કહેવુ છે કે હવે મોદીએ એ સમજી લેવુ જોઈએ કે માત્ર વિદેશી પ્રવાસથી જ વિદેશી રોકાણ મેળવી શકાતુ નથી. પણ તે માટે જમીન પર કાર્યવાહીની જરૂર છે. 
 
તેમણે મોદી તરફથી આગળ વધીને ઉઠાવેલ પગલાનું સ્વાગત કર્યુ પણ સાથે જ કહ્યુ કે વિદેશ નીતિ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખતા માપી તોલીને પગલા ઉઠાવવાનો વિષય છે. 
 
પાકિસ્તાનને લઈને ભ્રમમાં છે મોદી 
 
નરેન્દ્ર મોદી કહે છે કે અમદાવાદમાં એક કહેવત છે  સિંગલ ફેયર, ડબલ જર્ની. તેથી હુ એક વિદેશ પ્રવાસમાં બે-ત્રણ દેશોની યાત્રા કરી લઉ છુ. 
 
અરુણ શૌરીએ મોદીને લઈને કહ્યુ કે મોદી સરકાર પાકિસ્તાનને લઈને ભ્રમમાં છે. દરેક પ્રધાનમંત્રીની જેમ મોદીને લાગે છે કે તેઓ પાકિસ્તાન સાથે લીકથી હટીને કોઈ સમજૂતી કરી લેશે. પણ આ શક્ય નથી. 
 
પડકારો સહેલા નથી 
મોદીની વિદેશી યાત્રાઓનો હેતુ ભારતમાં વધુમાં વધુ રોકાણ  લાવવાનો હતો. પણ તેમણે એ સમજી લેવુ જોઈએ કે ફક્ત વિદેશી પ્રવાસોથી વિદેશી રોકાણ મેળવી શકાતુ નથી. પણ તે માટે જમીની પગલાં લેવા જરૂરી છે. વિદેશી રોકાણકારો માટે જમીન.. અવરજવર માટે પાક્કા રોડ.. જેવી અનેક સગવડો તરફ પણ ધ્યાન આપવુ પડશે.  

વેબદુનિયા પર વાંચો